ચોમાસાને લઈ ડરામણા એંધાણ, અંબાલાલ પટેલે આપ્યુ ચોંકાવનારું નિવેદન, હવામાન વિભાગની પણ વરસાદ વિશે ઘાતક આગાહી

Desk Editor
By Desk Editor
Share this Article

Gujrat news : ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આવતા દિવસોમાં વરસાદ રહેવાની શક્યતાઓ જણાવવામાં આવી રહી છે. બુધવારે મનોરમા મોહંતીએ રાજ્યમાં પાંચ દિવસ અલગ-અલગ ભાગોમાં વરસાદ રહેવાની વાત કરી હતી. અંબાલાલ પટેલે ચોમાસું કર્ણાટકમાં ગૂંચવાયું હોવા છતાં ગુજરાતમાં 25-30 જૂનમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ જણાવી છે.

 

અંબાલાલે કહ્યું છે કે, વાવાઝોડા અને ચોમાસાની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ તરફ હવામાન વિભાગે આગામી દિવસમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતાઓ જણાવી છે. ગુજરાતમાં આવેલું વાવાઝોડું ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે, વાવાઝોડાના કારણે વાવણી લાયક વરસાદ થયો છે. હવે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવનાઓના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જોકે, ચોમાસું ક્યારે બેસશે તેને લઈને ખેડૂતોને મોટો સવાલ થઈ રહ્યો છે.

 


Share this Article