BIG BREAKING:- રાજકારણમાં ખૂબ ચર્ચિત રેશમા પટેલ AAP પાર્ટીમાં જોડાશે, વિરમગામથી હાર્દિક પટેલ સામે જ લડશે ચૂંટણી, જુના સાથીઓ નવા રંગમાં દેખાશે

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ્જેમ નજીક આવી રહી છે તેમતેમ ગુજરાતનુ રાજનીતીક વાતાવરણ ગરમાઇ રહ્યુ છે. ચૂટણી પહેલા અનેક નેતાઓ એક પાર્ટી છોડી અન્ય પાર્ટીમા જોડાઈ રહ્યા છે. આ વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે એનસીપીથી નારાજ રેશમા પટેલ હવે આમ આદમી પાર્ટીમાં આવતીકાલે સવારે જોડાઈ રહ્યા છે. આ સાથે મોટી વાત એ છે કે આપ તરફથી રેશમા પટેલે વિરમગામની બેઠક પરથી મેદાને ઉતરી રહ્યા છે.

હવે આ જંગમા એક તરફ રેશમા પટેલ છે અને બીજી તરફ હાર્દિક પટેલ છે. આ બન્ને આંદોલન સમયે જૂના સાથી રહી ચૂક્યા છે. આ વિશે વિગતે વાત કરીએ તો કોંગ્રેસ અને એનસીપીએ ત્રણ બેઠકો પર ગઠબંધન અત્યારથી જ કરી લીધું હોવાથી રેશ્મા પટેલ નારાજ હતા. આ બાદ  સૌરાષ્ટ્રની કોઇપણ બેઠક પર એનસીપીને મેન્ડેટ ન મળ્યુ. રેશ્મા પટેલની ગોંડલથી ચૂંટણી લડવી હતી પણ હવે તે થઈ શકે તેમ ન હતુ.

આ મુદ્દે તેમણે કહ્યુ હતું કે, તેઓ ગોંડલથી ચૂંટણી નહિ લડે, પરંતું ગોંડલના રાજકારણમાં સક્રિય રહેશે. ત્યારે નારાજ રેશ્મા પટેલે આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો છે. આ સિવાય અન્ય એક સમાચાર છે કે વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દીકરી અનાર પટેલને મેદાને ઉતરી શકે છે.

 


Share this Article