તાજેતરમાં જ દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ શાળાઓના જન્મદિવસની ઉજવણી કરવાનું આહવાન કર્યું હતુ. આ સંદર્ભે બનાસકાંઠાની નામાંકિત સંસ્થા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુર સંલગ્ન એસ.સી.સાળવી અને એમ.એસ.સાળવી પ્રાથમિક શાળાના બાળકોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને વધાવતા આ શાળાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી.
આ પ્રસંગે સાળવી પ્રા.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને શણગારવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના દાતાશ્રી શંકરભાઈ લેથ (સાળવી), બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર, મંડળના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વાગડોદા, મહંત રામગીરી બાપુ, નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી ભરતદાન ગઢવી તથા સમાજના અગ્રણીઓ, મંડળના તમામ પદાધિકારીઓ, વાલીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાળાની બર્થડે કેક કટીંગ કરી બાળકો અને સૌ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના જન્મદિવસની વિશેષ રીતે ઉજવણીની સૌપ્રથમ શરુઆત કરનાર પાલનપુરની સાળવી (સ્વસ્તિક) પ્રા.શાળા ગુજરાતની પ્રથમ શાળા બની છે.
આ કાર્યક્રમનુ આયોજન સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ (આર.એમ.) ના માર્ગદર્શન હેઠળ સાળવી પ્રા.શાળાના આચાર્યશ્રી મહેશભાઇ પટેલ અને ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાત તથા શાળા પરિવારના તમામ શિક્ષક ભાઇ-બહેનોના સહયોગથી કરવામાં આવ્યુ હતુ.