Gujarat News: સિંગર ધ્વની ભાનુશાળીને બોલિવૂડમાં કોઈ ઓળખની જરૂર નથી. ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ સ્ટાઇલિશ અને ગ્લેમરસનો ઉલ્લેખ થાય છે, ત્યારે તે અભિનેત્રીઓની ટોપ લિસ્ટમાં ધ્વનીનું નામ સૌથી પહેલા આવે છે. 22 માર્ચ 1998ના રોજ મુંબઈમાં જન્મેલી ધ્વની 13 વર્ષની ઉંમરથી જ ગીત ગાય છે. હાલમાં કચ્છના અબડાસા તાલુકાના ભવાનીપુર ગામની ધ્વની મહેમાન બની હતી.
સિંગિંગ સિવાય તેને મોડલિંગ, ડાન્સિંગ અને એક્ટિંગનો પણ ઘણો શોખ છે. હાલમાં જ કચ્છમાં સિંગર ધ્વની ભાનુશાળી જોવા મળી હતી અને કચ્છી દાબેલીનો લુપ્ત ઉઠાવ્યો હતો.
25 વર્ષની થઈ ગયેલી ધ્વનીના નામે ઘણા રેકોર્ડ છે. તેણીએ તેની કારકિર્દીમાં 50 થી વધુ ગીતો ગાયા છે. ‘સાયકો સૈયા’ (શાહો) ‘મુખડા વેક કે’ (દે દે પ્યાર દે) અને ‘સત્યમેવ જયતે’ ‘દિલબર’ અને ‘લે જા રે’, ‘વાસ્તે’, ‘કેન્ડી’, આલ્બમ ‘મહેંદી’ અને ‘આઈટમ સોંગ્સ’ ‘મેરા યાર’નો અવાજ દર્શકોમાં ફેમસ છે.
ધ્વનીએ ‘લેજા રે’ અને ‘વાસ્તે’ માટે યુટ્યુબ પર 1.4 બિલિયન વ્યૂ હાંસલ કર્યા છે. આ ગીતોને કારણે ધ્વની રાતોરાત સેન્સેશન બની ગઈ હતી. ‘વાસ્તે’ ગીતે દેશમાં જ નહીં વિદેશમાં પણ ધૂમ મચાવી હતી.
આ ગીત ગ્લોબલ ટોપ 100ની યાદીમાં સામેલ છે. ત્યારે હવે ધ્વનીના કચ્છ પ્રસાવના ફોટો વાયરલ થઈ રહ્યા છે. ત્યાં તેમનું કચ્છી શાલ અને કચ્છી પાઘડી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ રેકોર્ડ બાદ ધ્વની ઈતિહાસ રચનાર પ્રથમ સિંગર બની ગઈ છે. તેણે ‘સ્ટ્રીટ ડાન્સર 3D’નું ગીત ‘નાચી નાચી’ ગાઈને દર્શકોના દિલમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. 2017 માં, ધ્વનીએ એમટીવીની ‘અનપ્લગ્ડ સીઝન 7’ સાથે અમાલ મલિક દ્વારા લખાયેલ ‘નૈના’ ગાઈને ટીવી ડેબ્યૂ કર્યું હતું.
સત્તા પર આવ્યા પછીથી PM મોદીએ 10 વર્ષમાં કેટલી રજા લીધી અને કેટલા કલાક કામ કર્યું? જાણી લો જવાબ
આ પછી ધ્વનીએ ઘણા વધુ હિટ ગીતોમાં કામ કર્યું અને ઘણી સફળતા મેળવી. તેણે વર્ષ 2018માં સિંગર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ગીતમાં રાહત ફતેહ અલી ખાને ‘વેલકમ ટુ ન્યૂયોર્ક’નું ‘ઇશ્તેહાર’ ગીત ગાયું હતું.