પાલનપુર: બનાસકાંઠા જિલ્લા માં અષાઢી બીજ પર સાર્વત્રિક વરસાદ નોંધાતા લોકો માં વરસાદ ને લઈ આશ બંધાઈ છે જિલ્લા માં સૌથી વધુ દિયોદર તો સૌથી ઓછો ધાનેરા માં વરસાદ નોંધાયો છે.એકજ રાત માં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.
બનાસકાંઠા જિલ્લા માં અષાઢી બીજ ની ઢળતી સાંજે ગાજ વીજ સાથે ઇન્દ્ર દેવ મહેરબાન થતા લોકો માં આનંદ છવાયો હતો જોકે બીજ ના દિવસે વરસાદ નોંધાતા લોકો ને વરસાદ ને લઈ સારા વરસાદ ની આશ બંધાઈ છે.જિલ્લા ના દિયોદર માં 190 મિમી તો વળી અમીરગઢ-દાતા માં 120 મિમી વરસાદ નોંધાયો હતો જ્યારે ધાનેરા માં સૌથી ઓછો 21 મિમી વરસાદ શનિવાર ના સવાર સુધી નોંધાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે એકજ રાત માં જિલ્લા વરસાદે ધમાકેદાર બેટીંગ કરતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું જ્યારે નીચાણવાળા વિસ્તાર પાણી ભરાઈ ગયા હતા. અમીરગઢ રેલવે અંડર બ્રિજ માં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો એ અનેક પરેશાની વેઠવી પડી હતી. તો બીજી તરફ વીજ પુરવઠો પણ ખોરવાઈ જતા લોકો એ અંધકાર નો સામનો કરવો પડ્યો હતો