Video: છેલ્લા કેટલાક સમયથી, ચાલતી બાઈક પર ખુલ્લેઆમ રોમાન્સ કરતા કપલ્સના ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયા છે. પરંતુ હવે જે વીડિયો સામે આવ્યો છે તે જોઈને તમે ચોંકી જશો. હા, કારણ કે સીન જ કંઈક આવો છે. વાઈરલ થયેલી લેટેસ્ટ ક્લિપમાં બંને યુવતીઓ ચાલતી બાઇક પર એકબીજાને કિસ કરતી અને ગળે લગાવતી જોઈ શકાય છે. પરંતુ જે રીતે બંને બાઇક પર બેઠેલા જોવા મળે છે તે વધુ આશ્ચર્યજનક છે.આ વિડિયો ક્યા સ્થળનો છે તે અંગે હાલ તો કંઈ જાણી શકાયું નથી, પરંતુ બાઈકની નંબર પ્લેટ પરથી જણાય છે કે વિડિયો તમિલનાડુમાં ક્યાંક શૂટ થયો હોવો જોઈએ.
https://www.instagram.com/reel/CvPfP6ZPPdb/?utm_source=ig_web_copy_link
વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇક રોડ પર ખૂબ જ સ્પીડથી દોડી રહી છે. ત્યાં તેના પર સવાર બે છોકરીઓ સામસામે બેઠી છે. બંને ખુલ્લેઆમ એકબીજાને ચુંબન અને ગળે લગાવી રહ્યાં છે. આ દરમિયાન ત્યાંથી પસાર થતા અન્ય એક બાઇકસવારે તેના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધો, જે હવે ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.આ વિડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર @ghantaa નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે આ વિડિયો ભારે ગભરાટ મચાવી રહ્યો છે. ક્લિપ પર અત્યાર સુધીમાં 26 લાખથી વધુ વ્યૂઝ આવી ચૂક્યા છે, જ્યારે 80 હજાર લોકોએ તેને લાઈક કરી છે. બે યુવતીઓના રોમાન્સનો આ વીડિયો વાયરલ થતાં જ લોકો તેને જોઈને ચોંકી ગયા હતા. આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
સીમા હૈદર તમારી પાસેથી પણ પૈસા માંગી શકે છે, ટ્રાન્સફર કરતા પહેલા આખો મામલો સમજી લો, નહીંતર ભરાઈ જશો
ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ખાબકશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જુલાઈનો રેકોર્ડ તૂટશે કે ઘટશે?
આ દરમિયાન એક યુઝરે કમેન્ટ કરી છે કે, થોડા સમય પછી બાઇક એક ખૂણામાં મળી હશે અને આ બંને છોકરીઓ બીજા ખૂણામાં મળી હશે. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, હવે આ જોવાનું બાકી હતું. અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, બાઈક કહેતી હશે કે મારી શક્તિઓનો દુરુપયોગ થઈ રહ્યો છે.