Hardik Pandya wife Natasa Stankovic: ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે આઈપીએલની ૧૬મી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે, જેણે ગત વર્ષે આ લીગમાં ચેમ્પિયન બની ટ્રોફી જીતી હતી. એટલું જ નહીં, આ સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાઈ થનારી પ્રથમ ટીમ ગુજરાત જ છે. દરમિયાન હાર્દિક અને તેની પત્ની નતાશા સ્તાકોવિચનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
હાર્દિક નતાશાનો વીડિયો વાયરલ
હાર્દિક પંડ્યાનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના પરિવાર સાથે સમય વિતાવતો જોવા મળી રહ્યો છે. પત્ની નતાશા સ્તાંકોવિચની એક હરકત જોઈને હાર્દિક પંડ્યા પણ પોતાની હસી રોકી શક્યો નહીં. આ વીડિયોમાં નતાશા સ્તાન્કોવિચ અને હાર્દિક પંડ્યા બંનેએ એક સાથે ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે.
ટોસ સાથે જોડાયેલી છે વાત
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, હાર્દિક અને નતાશા વચ્ચે એક મેચ થાય છે. મેદાનમાં ટીમ નતાશા અને ટીમ હાર્દિક ટોસ માટે પહોંચે છે. આ મેચમાં હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યા પણ હાજર છે અને સાથે કોમેન્ટેટર જતિન સપ્રૂ પણ જોવા મળી રહ્યો છે. મેચ શરૂ કરતાં પહેલાં ટોસની પરંપરા નિભાવતાં હાર્દિક સિક્કો હવામાં ઉછાળે છે. મજા ત્યારે આવે છે જ્યારે હેડ અથવા ટેલ બોલવાને બદલે સિક્કાને હવામાં ઉડતા અને તે પછી જમીન પર નીચે પડતાં જોતી રહી જાય છે.
આ પણ વાંચો
હાર્દિકે ઉતારી નકલ
નતાશા માત્ર સિક્કો જોતી રહી જાય છે અને હાર્દિક રાહ જોઈ રહ્યો હોય છે કે, તે છેવટે શું બોલશે. નતાશા જોકે કંઈ પણ કહેતી નથી. તે પછી હાર્દિક પંડ્યાતેની સિકોક જોવાની નકલ પણ ઉતારે છે. આ હરકત પર તેના ભાઈ કૃણાલ પણ ઘણો હસે છે. જણાવી દઈએ કે, કૃણાલ આઈપીએલ-૨૦૨૩માં લખનૌ સુપરજાયન્ટ્સની કેપ્ટનશિપ કરી રહ્યો છે. તે પછી ટોસ ફરીથી થાય છે, જેમાં નતાશા જીતીને બેટિંગ પસંદ કરે છે. તે પછી જતીન તેમને પુછે છે કે, તેમણે બેટિંગ કેમ પસંદ કરી તો નતાશા ક્રિકેટર્સની સ્ટાઇલમાં જવાબ આપે છે કે, પીચ ઘણી સારી છે. તે પછી બધા ફરી જોરથી હસે છે.