સમોસાન અને મંચુરિયન હવે મળશે એક જ આઈટમમાં, આ વીડિયો જોઈને લોકોએ ભરી-ભરીને ગાળો આપી!!

Desk Editor
By Desk Editor
Share this Article

Viral Videos: સમોસા એ એવો નાસ્તો કે હર કોઈ લોકોને ખવવા ગમે છે. ભલે પછી કોઈ પણ પ્રસંગ હોય, ઘરે મિત્રોની મીટિંગ હોય, શાળા, કોલેજ કે ઓફિસની કેન્ટીનમાં કોઈ ફંક્શન હોય કે પછી સાંજની ચા સાથે કંઈક ખાવાનું મન થાય, સમોસા હંમેશા સૌથી પહેલા મનમાં આવે. આ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી વાનગીમાં બાફેલા અને મસાલાવાળા બટાકાની ભરી બનાવોમાં આવે છે અને કેટલીકવાર થોડી શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. સમોસા એ જ રીતે ખાઈ શકાય છે, તેને ચટણી અથવા દહીં સાથે ખાઈ શકાય છે અથવા લોકો ચાટ બનાવ્યા પછી પણ ખાઈ શકે છે.

સમોસા સાથે મંચુરિયનનું વિચિત્ર મિલન

અત્યારના સમયે, એવા કેટલાક લોકો છે જે અનન્ય ભેળ-સેળ શોધવાનો પ્રયાસ કરે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો, જેને જોઈને લોકો ચોંકી ગયા છે. આજકાલ દરેક નવી અને વિચિત્ર વસ્તુઓ અજમાવવાનો જમાનો છે અને સમોસા પણ આ યુગમાંથી બાકી નથી. બ્લુબેરી સમોસાથી લઈને બિરયાની સમોસા, મેકરોની સમોસા અથવા પાલક પનીર સમોસા સુધી,

 

View this post on Instagram

 

A post shared by Chahat Bhalla (@officialsahihai)

આપણે બધાએ તેમના વિશે સાંભળ્યું જ હશે. પરંતુ હવે સમોસા સાથે આવો વિચિત્ર પ્રયોગ કરવામાં આવ્યો છે, જે તમારા સ્વાદને બગાડી શકે છે. આ ‘મામોજા’નો ઉપયોગ છે. દુકાનદાર મંચુરિયનને સમોસા સાથે પીરસી રહ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક અનોખી વાનગી બતાવવામાં આવી છે. આમાં સમોસાની ઉપર મંચુરિયન ઉમેરવામાં આવ્યું છે. આ વીડિયો ફૂડ બ્લોગર ‘ચાહત ભલ્લા’ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

શું તમે પણ સોનું-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? મહાશિવરાત્રી પહેલા મહા ફેરફાર, જાણો આજનો ભાવ

હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ફફડાટ, આટલા જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણી લો નવ આગાહી

વીડિયોમાં એક સ્ટ્રીટ ફૂડ વેન્ડરને પ્લેટમાં સમોસા મૂકતા અને હાથ વડે તોડતા બતાવવામાં આવ્યા છે. પછી તે તેના પર બે મંચુરિયન બોલ મૂકે છે અને તેને ગ્રેવીથી ભીંજવે છે. અંતે, તે વાનગીને એક ચમચી ફુદીનો અને આમલીની ચટણી અને સમારેલી ડુંગળી વડે શણગારે છે.


Share this Article