Shilpa Shetty Video: રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્ન સમારોહમાં કપલના નજીકના મિત્રો અને સંબંધીઓ હાજર રહ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર લગ્ન સમારોહનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શિલ્પા શેટ્ટી અને કરણ કુન્દ્રા સ્ટેજ પર પંજાબી ગીત પર શાનદાર ડાન્સ કરી રહ્યાં છે. વીડિયો જોઈને ખબર પડે કે કપલે ડાન્સની ખૂબ પ્રેક્ટિસ કરી હશે. તેઓ પ્રોફેશનલ ડાન્સરની જેમ ડાન્સ કરી રહ્યા હતા.
View this post on Instagram
આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેને એક કલાકની અંદર સાત હજારથી વધુ લાઈક્સ અને વ્યુ મળ્યા છે. જો કે, અહીં પણ ઘણા લોકો તેને ટ્રોલ કરવાથી બચી રહ્યા નથી. એક યુઝર કહ્યુ કે, ‘માસ્ક હટાવવાથી કેરેક્ટર સુધરશે નહીં.’ અન્ય યુઝર કહે છે, ‘રાજ કુન્દ્રા સ્ટેજ પર છે તે સારું છે.’
રકુલ અને જેકીના લગ્નમાં શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા ઉપરાંત આયુષ્માન ખુરાના, વરુણ ધવન, અર્જુન કપૂર સહિતના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા.આયોજન મુજબ કપલે બપોરે 3.30 કલાકે સાત ફેરા લીધા હતા. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ તેમના લગ્નની પ્રથમ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તસવીરોમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
108 કબરો તોડી પાડવામાં આવી અને દાદાનું બુલડોઝર હજુ પણ ફરે જ છે… હર્ષ સંઘવીનો ધારદાર વાર
બંનેએ પંજાબી અને સિંધી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. વધારે વાત કરીએ તો, અભિનેત્રી કમલ હાસનની ફિલ્મ ‘ઇન્ડિયન 2’ માં જોવા મળશે, જ્યારે ફિલ્મ નિર્માતા તરીકે જેકી ભગનાની ‘બડે મિયાં છોટે મિયાં’ પર આશા રાખી રહ્યા છે, જે ઇદ 2024 પર થિયેટરોમાં આવશે.