ખાતામાં ચા પીવાના જેટલુ બેલેન્સ ન હતું, છતાં ATMમાંથી કાઢ્યા ‘પૈસા’, આ જાણી બેંક પણ દંગ!

Desk Editor
By Desk Editor
Share this Article

Viral Video: સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થતા હોય. જો કે, ઘણી વખત એવું બને છે કે આપણે ઇન્ટરનેટ પર કંઈક એવું જોઈએ છીએ જેને આપણે અવગણી શકતા નથી. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો. વીડિયોમાં બે છોકરાઓએ ભેગા મળીને એક એવો જુગાડ બનાવ્યો છે જે તમે પહેલાં ક્યારેય નહીં જોયો હોય કે સાંભળ્યો ન હોય.


તમે દુનિયામાં અલગ-અલગ પ્રકારના કૌભાંડો તો જોયા જ હશે, પરંતુ આજે અમે તમને જે બતાવવા જઈ રહ્યા છીએ, તે તમે પહેલા ક્યાંય નહીં જોયું હોય. બે છોકરાઓએ ખાલી ખાતામાંથી પણ ચા પીવાનો રસ્તો શોધી કાઢ્યો.

આ વિડીયો જોયા પછી તમારું પણ દિમાગ ઉડી જશે અને તમે કહેશો કે તમે આવું ક્યારેય વિચાર્યું પણ ન હતું.

 

ખાલી ખાતામાંથી પૈસા ઉપાડ્યા

 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોશો કે એક છોકરો એટીએમ કાર્ડ લઈને એટીએમ બૂથ પર પૈસા ઉપાડવા જાય છે. અહીં, જ્યારે તે પહેલીવાર મશીનમાં કાર્ડ નાખે છે અને બેલેન્સ ઉપાડે છે, ત્યારે તેમાં દેખાતી સ્લિપ અનુસાર, ખાતામાં પૈસા નથી.

કેટલીય જગ્યાએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો ગુજરાતમાં ઘટ્યા કે વધ્યા

જો કે, છોકરો અટકતો નથી અને તે ઘણી વખત પ્રયાસ કરે છે અને આ સ્લિપ એકત્રિત કરતો રહે છે. હવે તેની પાસે પૈસા નથી પણ તે સ્લિપને વરખમાં પેક કરે છે અને તેને ભંગારની શોપ પર વેચે છે અને 20 રૂપિયા કમાય. આ પછી બંને મિત્રો પૈસાની ચા પીવે છે.


Share this Article
TAGGED: