Viral Video: દક્ષિણ ભારતીય વાનગી ઢોસા કોને ન ગમે? લોકોને ઢોસા, સાંભર અને નારિયેળની ચટણી ગમે છે. દક્ષિણ ભારતીય વાનગી હોવા છતાં ઢોસા દેશભરમાં પ્રખ્યાત છે. તમને તેની દુકાન દરેક ગલીએ મળશે. હવે આવી જ એક દુકાનમાં પીરસવામાં આવતા ડોસાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બેંગલુરુના એક કેફેનો છે, જ્યાં દુકાનદાર સાવરણી વડે ડોસા બનાવવા માટેનો તવો સાફ કરતો જોવા મળે છે.
ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં જોવા મળે છે કે પહેલા પાઈપ દ્વારા પાણીથી તવાને સાફ કરવામાં આવ્યો હતો અને પછી તેને સાવરણીથી પણ સાફ કરવામાં આવ્યો હતો. આ પછી તેના પર ઢોસા બનાવવામાં આવ્યા. વીડિયો વાયરલ થયા બાદ લોકો પૂછી રહ્યા છે કે તવો સાફ કરવા માટે સાવરણીનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો? જો કે, વીડિયોમાં તવાની સાઈઝ ઘણી મોટી છે અને આ જ કારણ હોઈ શકે છે કે તેને યોગ્ય રીતે સાફ કરવા માટે સાવરણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
https://www.facebook.com/watch/?v=3636023723386138&t=0
વીડિયોમાં ઢોસા ખાવા માટે લોકોની લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં તેને 1.5 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે, જ્યારે તેને 1 લાખ 19 હજાર લોકોએ પસંદ કર્યું છે. તે જ સમયે, આ વીડિયો પર નવ હજારથી વધુ ટિપ્પણીઓ કરવામાં આવી છે. આ વીડિયો ફેસબુક પર ક્રાઉડ ફોર હાઈ-ટેક ડોસા ઇન બેંગલુરુના કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે.
પોતાની ચિંતા વ્યક્ત કરતા એક યુઝરે કહ્યું છે કે કૃપા કરીને સાવરણીનો ઉપયોગ ન કરો. અમે જાણીએ છીએ કે તમે ઇમ્પ્રુવાઇઝ કરવા માગો છો, પરંતુ તમે કસ્ટમ-મેઇડ બ્રશ પસંદ કરી શકો છો. શું સાવરણી, ટૂથબ્રશ, ટોઇલેટ બ્રશ અને રસોઈ માટે ઉપયોગમાં લેવાતા વાઇપર જોઈને દુખ નથી થતું? ચોક્કસ સાધનો ચોક્કસ હેતુઓ માટે બનાવવામાં આવે છે. અન્ય એક યુઝરે મજાકમાં અનુમાન લગાવ્યું કે, “આ સૌથી હાઇટેક છે, મને આશા છે કે રેસ્ટોરન્ટ બંધ થયા પછી ફ્લોર સાફ કરવા માટે સાવરણીનો ઉપયોગ કરવામાં આવશે નહીં.”