અરે.. આ શું થયું અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયેડનના કાફલા સાથે? સુરક્ષાકર્મીઓ મૌન

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડેનની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. જેમાં બાયડેનના કાફલા સાથે એક કાર અથડાઈ હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ પૂલના અહેવાલ મુજબ, પુનઃ ચૂંટણી ટીમના સભ્યો સાથે ભોજન કર્યા બાદ જો બાયડેન રાત્રે 8:07 વાગ્યે વરસાદી ડાઉનટાઉન વિલ્મિંગ્ટનમાં બિડેન-હેરિસ 2024ના મુખ્યમથકમાંથી બહાર આવતા હતા ત્યાર એક કાર આવીને બાઈડેનના કાફલાની પાર્ક કરેલી એસયુવીમાં ઘૂસી ગઈ હતી.

બાઈડેનના સુરક્ષાકર્મીઓએ રાત્રે રાષ્ટ્રપતિના મોટરકેડની સુરક્ષા કરી રહી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે રાષ્ટ્રપતિ તેમના પ્રચાર મુખ્યાલયની મુલાકાત લઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા જીલ બાયડને કોઈ નુકસાન થયું નથી.

કેવી રીતે એક્સિડન્ટ થયું?

જ્યારે બાઈડન પ્રચાર કાર્યાલયથી તેની રાહ જોઈ રહેલી સશસ્ત્ર એસયુવી તરફ જઈ રહ્યો હતો, ત્યારે એક સેડાન યુએસ સિક્રેટ સર્વિસના વાહનને ટક્કર મારી હતી. સિડાન પછી બંધ આંતરછેદ પર જવાનો પ્રયાસ કર્યો, તે પહેલાં સિક્રેટ સર્વિસના કર્મચારીઓએ વાહનને હથિયારો સાથે ઘેરી લીધું અને ડ્રાઇવરને તેના હાથ ઉપર રાખવાની સૂચના આપી હતી. બાઈડને તેના પ્રતીક્ષા વાહનમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની પત્ની પહેલેથી જ બેઠેલી હતી, તેને ઝડપથી તેમના ઘરે લઈ જવામાં આવી હતી.

સુરક્ષાકર્મીની પ્રતિક્રિયા

Breaking: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ! ડી-કંપનીમાં હાહાકાર મચી ગયો

રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા હિંદુઓએ અમેરિકામાં કાઢી ભવ્ય કાર રેલી, હવે સતત એક મહિના સુધી ચાલશે મહોત્સવ

નાના દુકાનદારો માટે સૌથી સારા સમાચાર, હવે રિટર્ન ભરવાની જરૂર નહીં પડે, સરકારે કરી મોજ પડે એવી જાહેરાત

આ ઘટનાથી જો બાઈડનના શેડ્યૂલ કે અન્યથા પ્રભાવિત થયું ન હતું. બાઈડેનની સિક્રેટ સર્વિસે આ ઘટના પર તરત જ ટિપ્પણી કરી ન હતી. જોકે વ્હાઈટ હાઉસના અધિકારીએ આ ઘટના અંગે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ અને તેમના પત્ની બંને ઠીક છે અને કોઈ નુકસાનના સમાચાર નથી.


Share this Article