world news: બાબા વાંગાનું નામ દરેક વ્યક્તિ જાણે છે. બાબા વેંગા (Baba Vanga) ની આવી ઘણી ભવિષ્યવાણીઓ છે જે સાચી પડી છે. આ આગાહીઓ ઘણા દાયકાઓ પહેલા બાબા વેંગા દ્વારા કરવામાં આવી હતી, જેના પર લોકો આજે પણ વિશ્વાસ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે બલ્ગેરિયાના બાબા વેંગા પોતાની આંખોથી જોઈ શકતા ન હતા પરંતુ તે સચોટ ભવિષ્યવાણી કરતા હતા. એવું કહેવાય છે કે બાબા વેંગાએ 12 વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. બાબા વેંગાનું મૃત્યુ લગભગ 27 વર્ષ પહેલા થઈ ગયું છે, પરંતુ દુનિયા માટે તેમની ઘણી ભવિષ્યવાણીઓ આજે પણ લોકોને ટેન્શન આપે છે. ચાલો જાણીએ કે બાબા વેંગાએ 2023 માટે શું ભવિષ્યવાણી કરી હતી.
બાબા વેંગાની 5 મહત્વપૂર્ણ આગાહીઓ
1. બાબા વેંગાની આગાહી અનુસાર, વર્ષ 2023માં મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ થઈ શકે છે. આ કારણોસર એશિયા ખંડનું આકાશ વાદળોથી ઢંકાયેલું રહેશે. બાબા વેંગાની આ ભવિષ્યવાણી ભારત સહિત એશિયા મહાદ્વીપમાં રહેતા લોકો માટે ભયાનક છે.
2. બાબા વેંગાની આગાહી મુજબ 2023માં ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે. એવી પણ શક્યતા છે કે આ દરમિયાન કોઈપણ દેશ પરમાણુ બોમ્બથી હુમલો કરી શકે છે. જેના કારણે દુનિયાના મોટા ભાગમાં તબાહીનું દ્રશ્ય જોઈ શકાય છે. આ દિવસોમાં રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે. જેના પર વિશ્વના મોટાભાગના દેશો અલગ અલગ કેમ્પમાં વહેંચાયેલા છે. રશિયાએ અનેકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે.
3. વર્ષ 2023ને લઈને બાબા વેંગાની આગાહી અનુસાર આ વર્ષે કેટલીક મોટી ખગોળીય ઘટના બની શકે છે. એટલું જ નહીં, આના કારણે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફેરફાર થઈ શકે છે. આનાથી આપણા પર્યાવરણ પર ઊંડી અસર પડશે. પૃથ્વીવાસીઓને આના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
4. બીજી ભવિષ્યવાણીમાં બાબા વેંગાએ જણાવ્યું કે વર્ષ 2023માં વૈજ્ઞાનિકો ઘણી વિચિત્ર શોધ કરી શકે છે. આમાંથી એક ખતરનાક જૈવિક હથિયાર પણ હોઈ શકે છે. જો તેનો ઉપયોગ કરવામાં આવે તો મોટા પાયે વિનાશનું દ્રશ્ય જોઈ શકાય છે.
બેન્કમાં લાગતી લાંબી લાઈનોમાંથી મળશે છુટકારો, વીડિયો બેંકિંગ શરૂ; ઘરે બેસીને તમારા બધા કામ થઈ જશે
ગુજરાત પર કોઈ સિસ્ટમ જ એક્ટિવ નથી, હળવો પડશે પણ હમણાં આખા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની રાહ ન જોવી
5. બાબા વેંગાની 5મી ભવિષ્યવાણી છે કે વર્ષ 2023 એક દુર્ઘટના અને અંધકારનું બની શકે છે. આ વર્ષે કમોસમી વરસાદ પડશે. જેના કારણે ભયંકર પૂર આવશે. ઘણા વિસ્તારોમાં ભારે તોફાન પણ આવી શકે છે.