અબુ ધાબીમાં એક ભવ્ય હિન્દુ મંદિર તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીએ 27 વર્ષની મહેનત બાદ બનેલા આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ પછી, આ મંદિર 18 ફેબ્રુઆરી 2024 થી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે.
આ મંદિર કુલ 27 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે, જેમાં સાડા 13 એકરમાં મંદિરના ભાગરૂપે અને બાકીના સાડા 13 એકરમાં પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યું છે.
સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં બનેલા આ મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીએ કરશે. આ સાથે એક નવો ઈતિહાસ પણ રચાશે. મુસ્લિમ દેશ યુએઈમાં ઘંટ અને શંખના નાદ ગુંજશે.
આ મંદિર BAPS સંસ્થાના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવ્યું છે અને તેને BAPS હિન્દુ મંદિર નામ પણ આપવામાં આવ્યું છે. આ મંદિરની કિંમત 700 કરોડ રૂપિયા છે. BAPS સંસ્થાએ અત્યાર સુધીમાં વિશ્વભરમાં 1,100 થી વધુ હિંદુ મંદિરોનું નિર્માણ કર્યું છે.
આ મંદિરની ઘણી વિશેષતાઓ છે. પરંતુ ખાસ વાત એ છે કે આ મંદિર બનાવવા માટે એ જ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર બનાવવા માટે કરવામાં આવ્યો હતો. આ મંદિર પણ હજારો વર્ષો સુધી ગર્વથી ઊભું રહેશે.
આ મંદિરની સુંદરતા જોવા જેવી છે. મંદિરના સ્તંભો પર રામાયણની વાર્તાઓ કોતરવામાં આવી છે. રામાયણના વિવિધ એપિસોડને કોતરણી દ્વારા એટલી સુંદર રીતે કોતરવામાં આવ્યા છે કે આખી રામાયણ નજર સમક્ષ રમતી હોય તેવું લાગે છે.
પાકિસ્તાનથી મોટા સમાચાર, માનસેરા સીટ પરથી હાર્યા નવાઝ શરીફ, પીએમ પદના સૌથી મોટા દાવેદાર
ગુજરાતમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, હવામાન વિભાગની આગાહી, આગામી ત્રણ દિવસ ઠંડીનો પારો રહેશે ઉંચો
UAE ના આ મંદિરની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, તે અરબી અને હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે. આ મંદિરમાં 7 શિખરો અને 96 સ્તંભ બનાવવામાં આવ્યા છે. મંદિરના મધ્ય ભાગમાં સ્વામી નારાયણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત આ મંદિરમાં કલ્પ વૃક્ષ પણ હશે.