ગુજરાતમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, હવામાન વિભાગની આગાહી, આગામી ત્રણ દિવસ ઠંડીનો પારો રહેશે ઉંચો

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Update: આજથી ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ડિસેમ્બર મહિનામાં નથી પડી તેવી ઠંડી હવે ફેબ્રુઆરી મહિનામાં અનુભવાશે. હવામાન વિભઆગે રાજ્યમાં ઠંડીની આગાહી કરી છે. આજથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે. આજથી પવનની ઝડપ 20થી 30 કિ.મી. પ્રતિ કલાકની રહેશે. આજથી ઠંડી વધતા તાપમાનનો પારો નીચે જશે. તમને જણાવી દઈએ કે હાલ રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી.

કેન્દ્રીય હવામાન વિભાગે ભારતના 16 રાજ્યો માટે હળવાથી અતિભારે વરસાદની અને બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ આપ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ શીત લહેરનું મોજું ફરી વળ્યું છે. આજથી ત્રણ દિવસ ગુજરાતમાં કાતિલ ઠંડી રહેશે. ગુજરાતના અનેક શહોરોમાં ઠંડીનો પારો ગગડશે. તેમજ વાતાવરણમાં સુસવાટાભર્યાં ઠંડા પવનો પણ વધશે. જેથી લોકોને હવે ફરીથી સ્વેટર અને મોજા પહેરીને ફરવુ પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પિશ્ચિમી વિક્ષેપ આવશે. જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે. એટલે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે.

રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેને કારણે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે.

રવીન્દ્ર જાડેજાના પિતાએ દીકરા અને પુત્રવધૂ પર લગાવ્યા ગંભીર આરોપો, કહ્યું – ‘દીકરાને રિવાબા સાથે ન પરણાવ્યો હોત તો સારું હતું

મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન કોને મળ્યું સર્વોચ્ચ ઇનામ? આ વ્યક્તિત્વોને મળ્યાં ભારત રત્ન એવોર્ડ… જુઓ યાદી

Big News: ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિમ્હા રાવ અને એમએસ સ્વામીનાથનને ભારત રત્ન, મોદી સરકારની મોટી જાહેરાત

આગાહી મુજબ, હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ પવનની દિશા જોઇએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઇ રહ્યા છે. આવામાં ગુજરાતમાં ઠંડી પ્રસરી ગઈ છે. રાતે અને વહેલી સવારે લોકો ઠુઠવાઈ રહ્યાં છે.


Share this Article