ગગનચુંબી ઈમારતો ઉપર સ્ટંટ કરવા માટે જાણીતા ફ્રેન્ચ ડેરડેવિલ રેમી લુસિડીનું હોંગકોંગમાં એક બહુમાળી ઈમારત પરથી પડીને મૃત્યુ થયું છે. એવું માનવામાં આવે છે કે તેઓ સ્ટંટ કરવાના ઇરાદાથી બિલ્ડિંગમાં પ્રવેશ્યા હતા, પરંતુ પેન્ટહાઉસની બહાર ફસાઈ ગયા હતા. આ દરમિયાન તેનો પગ લપસી ગયો અને તે 68માં માળેથી પડી ગયો.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, 30 વર્ષીય લુસિડી સ્ટંટને અંજામ આપવાનો પ્રયાસ કરતી વખતે ટ્રાંગન્ટર ટાવર સંકુલના પેન્ટહાઉસની બહાર ફસાઈ ગયો. ગભરાઈને તેણે બારી પર હાથ-પગ મારવાનું શરૂ કર્યું, જેનાથી નોકરાણી અંદરથી ચોંકી ગઈ. દરમિયાન લુસિડીએ પોતાના પરનો કાબૂ ગુમાવ્યો અને નીચે પડી ગયો. તેના ચાહકો માટે આ ખૂબ જ ખરાબ સમાચાર છે.
રેમી લુસિડી ખતરનાક સ્ટંટ માટે જાણીતો હતો
હોંગકોંગના અધિકારીઓએ જણાવ્યું હતું કે લુસિડી રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે બિલ્ડિંગમાં જોવા મળ્યો હતો. તેણે સિક્યોરિટી ગાર્ડને કહ્યું હતું કે તે 40માં માળે મિત્રને મળવા આવ્યો હતો. પરંતુ જ્યારે ગાર્ડે તેના કથિત મિત્રનો સંપર્ક કર્યો તો સામેના વ્યક્તિએ કહ્યું કે તે તેને ઓળખતો નથી. જોકે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. લુસિડી લિફ્ટમાં પ્રવેશી ગયો હતો.
તેના સ્ટંટ કમજોર હૃદયના લોકો માટે નહોતા
સીસીટીવી ફૂટેજમાં, લુસિડી ટ્રેગન્ટર ટાવર કોમ્પ્લેક્સની ટોચ પર સીડી ચડતા જોવા મળે છે. લોકોનું કહેવું છે કે તેમને બિલ્ડિંગની છત તરફ જતી બારી ખુલ્લી જોવા મળી, પરંતુ ત્યાં કોઈ હાજર નહોતું. અહેવાલો અનુસાર, લુસિડીને છેલ્લે સાંજે 7.30 વાગ્યે પેન્ટહાઉસની બારી પર હાથ મારતો જોવા મળ્યો હતો. જે બાદ નોકરાણીએ આ અંગે પોલીસને જાણ કરી હતી.
પહેલી ઓગસ્ટથી થશે આ મોટા ફેરફારો, તમારા ખિસ્સા પર સીધી અસર કરશે, LPG સિલિન્ડરના ભાવ વધશે કે ઘટશે?
હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેમને સ્થળ પર કેમેરા મળ્યો છે. ડેરડેવિલની ગગનચુંબી ઇમારતો પર કરવામાં આવેલા ઘણા અદ્ભુત સ્ટંટ વીડિયો હતા.