World News: સંયુક્ત આરબ અમીરાત હવે અલ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટને વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બનાવવા માંગે છે. તેને દુબઈ વર્લ્ડ સેન્ટ્રલ (DWC) તરીકે પણ ઓળખવામાં આવે છે. UAEએ આ મેગા પ્લાનની જાહેરાત કરી છે. આ એરપોર્ટ 2013માં શરૂ કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ સરકારી એજન્સીઓ નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો અને તેની ક્ષમતા વધારવા માટે એરપોર્ટને ફરીથી ડિઝાઇન કરવાનું લક્ષ્ય રાખે છે. તેની દર વર્ષે 10 કરોડ મુસાફરોની ક્ષમતા છે.
અધિકારીઓ હવે તેની ક્ષમતા વધારીને 12 કરોડ મુસાફરો કરવા માંગે છે. દુબઈ એરપોર્ટના સીઈઓ પોલ ગ્રિફિથ્સે ખુલાસો કર્યો કે તેઓ ગ્રાહકોની સુવિધાઓ માટે તેમાં રોકાણ વધારવા માંગે છે. તેમણે કહ્યું કે 2024 માટે મુસાફરોની આગાહી 8.82 કરોડ અને 2025 સુધીમાં 9.38 કરોડ સુધી પહોંચવાની અપેક્ષા છે. તેમણે એરપોર્ટના વિકાસને લઈને કોઈ ચોક્કસ સમય આપ્યો નથી. પરંતુ 2023 માં, ગ્રિફિથે એએફપીને કહ્યું કે જ્યારે ક્ષમતા પહોંચી જશે, ત્યારે અમને નવા એરપોર્ટની જરૂર પડશે. આ 2030 માં થઈ શકે છે.
મુસાફરોને સુવિધા મળશે
એરપોર્ટ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નજીકમાં એક મોટું આર્થિક કેન્દ્ર બનાવવામાં આવશે. ગ્રિફિથે એક મેગેઝિન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે નવા ટર્મિનલ સાથે વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ નહીં બનાવીએ. તેના બદલે અમે એરપોર્ટ બિઝનેસમાં ક્રાંતિ લાવીશું. યાત્રીઓને વધુ સમય ન લાગે તે માટે અમે આવી સુવિધા આપીશું. એરપોર્ટ દુબઈ દક્ષિણ નામની મોટી યોજનાનું કેન્દ્ર સ્થાન હશે. તે દુબઈની દક્ષિણે 145 ચોરસ કિમી રણમાં એક સંપૂર્ણ નવા શહેરનું નિર્માણ કરવાની કલ્પના કરે છે.
કાર્ગો ટ્રાફિક વધ્યો
જાણી લેજો: 1 માર્ચથી ફાસ્ટેગથી GST સુધીના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
દુબઈ વર્લ્ડ સેન્ટ્રલમાં 2023 ના છેલ્લા ક્વાર્ટરમાં કાર્ગો ટ્રાફિકમાં મોટો વધારો જોવા મળ્યો છે. આ વધારો લગભગ 20 ટકા છે. આ વધારા પાછળનું મુખ્ય કારણ યમનના હુથી બળવાખોરો દ્વારા લાલ સમુદ્રમાં વધી રહેલા હુમલાઓ છે. યમનના હુથી બળવાખોરો ઈઝરાયેલ અને તેના સહયોગી દેશો પર હુમલા કરી રહ્યા છે. જાન્યુઆરી 2022માં હુથીઓએ યુએઈના મહત્વપૂર્ણ માળખા પર ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો, જેમાં ત્રણ તેલ કામદારો માર્યા ગયા. અબુધાબીમાં નિર્માણાધીન એરપોર્ટ પર આગ લાગી હતી.