હોટેલના બાથરૂમમાં હિડન કેમેરાથી ચારેકોર ફફડાટ, આ કપલની અંગત પળો રેકૉર્ડ કરી લીધી અને પછી… તમે પણ જાગતા રહેજો

Desk Editor
By Desk Editor
Share this Article

એક હોટલ પર બાથરૂમમાં હિડન કેમેરો લગાવવાનો આરોપ લાગ્યો છે. અહીં ભાડાના રૂમ સાથે રહેતા એક દંપતીએ માલિક સામે કેસ દાખલ કરવાનું કહ્યું છે. આ દંપતીએ આરોપ લગાવ્યો હતો કે બાથરૂમમાં તેમની અંગત પળો ગુપ્ત કેમેરાથી રેકોર્ડ કરવામાં આવી હતી. આ મામલો અમેરિકાના ટેક્સાસનો છે. એનવાયટીના રિપોર્ટ અનુસાર, કાઇલી ગેટ્સ અને તેના મંગેતર ક્રિશ્ચિયન કેપ્રોએ મેરીલેન્ડમાં રહેવા માટે એરબીએનબી કંપની પાસેથી એક ઘર ભાડે લીધું હતું. પરંતુ જ્યારે તે પોતાની અંગત પળોનો આનંદ માણી રહ્યો હતો ત્યારે તેની નજર છત પરના સ્મોક ડિટેક્ટર પર પડી હતી. રૂમમાં બે સ્મોક ડિટેક્ટર જોઇને કપલને શંકા ગઇ હતી.

 

બેડરૂમ તેમજ બાથરૂમમાંથી મળી આવ્યો હિડન કેમેરો

જ્યારે તેમણે તેની તપાસ કરી તો તેમાંથી તેમને એક સિક્રેટ કેમેરો મળ્યો, જેનાથી કપલના હોશ ઉડી ગયા. તેણે તરત જ પોલીસને બોલાવી. પોલીસની ટીમે તપાસ કરતાં બેડરૂમમાંથી તેમજ બાથરૂમમાંથી હિડન કેમેરો મળી આવ્યો હતો. આ ઘટના બાદથી આ કપલ આઘાતમાં છે. તેનું કહેવું છે કે જો તેની અંગત પળો લીક થઇ જશે તો તેના માટે જીવવું મુશ્કેલ થઇ જશે.

હાલ આ મામલો કોર્ટમાં છે. કોર્ટના દસ્તાવેજો મુજબ આ કપલ હોટલમાં રાત્રે બાથરૂમમાં હતું. પછી તે પથારીમાં આડો પડ્યો અને ફિલ્મ જોવા લાગ્યો. આ દરમિયાન સિગરેટ પીતી વખતે ક્રિશ્ચિયનને જોયું કે બેડરૂમમાં બે સ્મોક ડિટેક્ટર લાગેલા છે. આ પહેલા તેણે બાથરૂમમાં સ્મોક ડિટેક્ટર જોયું હતું. આ બધું જોઈને તેને શંકા ગઈ.

 

હિડન કેમેરો મળ્યા બાદ કપલે તરત જ હોટેલ છોડવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ ક્રિશ્ચિયન બેડરૂમમાંથી કેમેરો કાઢીને મોન્ટગોમરી કાઉન્ટી પોલીસ ડિપાર્ટમેન્ટને ફોન કરીને જાણ કરી હતી. આ ઘટના અંગે કાઇલીએ જણાવ્યું હતું કે અમે શરમ અનુભવી રહ્યા છીએ. અમારી ઈજ્જતને ઠેસ પહોંચી છે. અમે દિવસો સુધી રડતાં રહ્યાં. હૃદય ભારે અને નર્વસ લાગે છે.

 

વડોદરામાં દશામા મહોત્સવ દરમિયાન દુર્ઘટના : મહી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરતી વખતે 5 યુવકો  ડૂબી જવાથી મોત 

 રાજકોટના કારીગરોની PMને ભેટ, ડાયમન્ડ, મીના, પાઈન લાકડાનો ઉપયોગ કરી તૈયાર કર્યા ત્રણ ખાસ પ્લેન, જુઓ તસ્વીર

 અમદાવાદમા તથ્ય પટેલ જેવો વધુ એક અકસ્માત! નબીરાએ BMW થી સર્જ્યો અકસ્માત

 

અત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે શું આ કપલનો વીડિયો ઇન્ટરનેટ પર અપલોડ કરવામાં આવ્યો છે. તે જ સમયે, હોટલના માલિકે કહ્યું કે અમે દરેક રીતે સહકાર આપવા તૈયાર છીએ. માલિકનું કહેવું છે કે આ કોઈ મહેમાનનું કૃત્ય હોઈ શકે છે, તેમાં તેનો કોઈ હાથ નથી. જોકે, અડધી મિલકત ધરાવતા હોટલ માલિકના ભાઈએ પોલીસ પૂછપરછ દરમિયાન યોગ્ય સહકાર આપ્યો ન હતો. તેણે તેના રૂમની પણ તલાશી લેવા દીધી ન હતી. પોલીસ હવે કોર્ટ પાસે સર્ચ વોરંટની માંગણી કરશે.

 

 

 

 


Share this Article