જ્યોર્જિયાથી એક હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક માતાએ તેની પાંચ વર્ષની માસૂમ બાળકીને સેક્સ માટે વેચી દીધી. ત્યારબાદ જે વ્યક્તિએ આ મહિલા પાસેથી બાળકી ખરીદી હતી તેણે તે બાળકીની ર્નિદયતાથી હત્યા કરી નાખી. ડેઈલી મેઈલમાં છપાયેલા અહેવાલ મુજબ પોલીસે મંગળવારે ૩૫ વર્ષની ક્રિસ્ટી સિપલની ધરપકડ કરી હતી. તેના પર માનવ તસ્કરી અને હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યાં મુજબ ક્રિસ્ટી સિપલે તેની દીકરી કેમેરી હોલેન્ડને થોડા પૈસા માટે એક વ્યક્તિને વેચી દીધી.
પોલીસે જણાવ્યું કે તેમને કેમેરીનો મૃતદેહ અલબામાના ફિનિક્સ શહેરમાં એક વેરાણ પડેલા ઘરની અંદરથી મળી આવ્યો હતો. તેના થોડા સમય પહેલા તેના ગૂમ થવાનો રિપોર્ટ પણ દાખલ કરાયો હતો. ધરપકડ થતા પહેલા ક્રિસ્ટીએ ઉ્ફસ્-્ફને જણાવ્યું હતું કે તેની દીકરી ગૂમ થવામાં અને તેની હત્યા થવામાં તેનો કોઈ હાથ નથી. તેણે કહ્યું કે હું એક માતા છું મે એવું કશું કર્યું નથી. તે મારી જિંદગી હતી અને હું તેના માટે જીવી રહી હતી. મારા ત્રણ પુત્રો પણ છે. પરંતુ હુ મારી પુત્રીને ખુબ પ્રેમ કરતી હતી. ક્રિસ્ટીએ કહ્યું કે તેના પતિ કોરી હોલેન્ડ પાસે કેમેરીની કસ્ટડી હતી.
જ્યારે તે તેના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પહોંચી તો તેના પતિએ તેને ત્યાંથી બહાર કાઢી મૂકી. ક્રિસ્ટીએ મીડિયા પર તેની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. ક્રિસ્ટીએ કહ્યું કે હું નિર્દોષ છું. મે કશું ખોટું કર્યું નથી. મીડિયાએ મને એ હદે ખરાબ ચીતરી છે કે લોકો મને દુષ્ટ મહિલા માને છે. જ્યારે પોલીસનું કહેવું છે કે ક્રિસ્ટીએ જાણી જાેઈને તેની પુત્રીને એક વ્યક્તિને વેચી દીધી. આરોપી ક્રિસ્ટી ઉપરાંત પોલીસે ૩૭ વર્ષના ટ્રેમાઈન વિલિયમ્સની પણ ધરપકડ કરી છે. તેણે કેમેરીનું ગળું દાબીને તેની હત્યા કરી હતી.
પોસ્ટમોર્ટમમાં એ પણ ખુલાસો થયો કે મર્ડર પહેલા કેમેરી સાથે શારીરિક શોષણ થયું હતું. આ બાજુ કેમેરીના પિતાએ આ બધા માટે ક્રિસ્ટીને જવાબદાર ઠેરવી. તેમણે કહ્યું કે ક્રિસ્ટીએ આમ કરીને અમને બધાને ખુબ તકલીફ પહોંચાડી છે અને ઉમર ભરનું દર્દ આપ્યુ છે. પરંતુ મને આનંદ છે કે પોલીસે તેની ધરપકડ કરી છે. હવે અમે ન્યાયથી બસ એક ડગલું દૂર છીએ.