હાલમાં બ્રિટનમાં ૨૭ વર્ષના જાેની બુફરહેડ નામની વ્યક્તિ સૌથી નાની ઉંમરના અબજપતિ છે. આ એ જ જાેની બુફરહેડ છે, જેમણે ગર્લફ્રેન્ડના રૂમમાંથી હોપિન નામની એક વિડીયો કોન્ફ્રન્સિંગ એપ બનાવી અબજાે રૂપિયાની કંપની ઊભી કરી દીધી હતી. તેના કારણે તેઓ ગત વર્ષે ઘણા ચર્ચામાં રહ્યા હતા. હવે, ફરી એકવખત જાેની ચર્ચામાં છે. તેનું કારણ છે કે, તાજેતરમાં જ તેમણે પોતાની કંપનીના કેટલાક શેર વેચીને વધુ ૧૦ અબજ રૂપિયા ભેગા કર્યા છે.
જાેની બુફહેડ ૨૬ વર્ષની ઉંમરે જ બ્રિટનના સૌથી નાની ઉંમરના સેલ્ફ મેઈડ અબજપતિ બની ગયા હતા. જાેનીએ માનચેસ્ટર યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. પોતાના અભ્યાસ દરમિયાન તેમણે એક એપ બનાવી હતી, જે વિદ્યાર્થીઓને રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટ અપાવતી હતી. ગ્રેજ્યુએશન પછી જાેનીને એક દુર્લભ એલર્જી થઈ ગઈ, જેના કારણે તેઓ ઈમ્યૂન સિસ્ટમની મિસફાયરિંગ સામે ઝઝૂમવા લાગ્યા. તેમનું આરોગ્ય વધારે બગડે નહીં તે માટે તેમણે વ્યક્તિગત રીતે લોકોના સંપર્કમાં આવવાનું છોડી દીધું. સાથે જ તેમનું જીવન બેડ સુધી જ સીમિત થઈ ગયું.
હોપિન શરૂ કરવાની જાેનીની મુસાફરી વર્ષ ૨૦૧૮માં લંડનના કિંગ ક્રોસ વિસ્તારમાં પોતાની ગર્લફ્રેન્ડના બેડરૂમથી શરૂ થઈ, કેમકે તેઓ પોતાની એલર્જીના કારણે થયેલી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. એ સમયે તેમણે એવા પ્રોગ્રામનું કોડિંગ શરૂ કર્યું, જે ઈન્ટરનેટ પર લાઈવ સ્ટ્રીમ થઈ શકે તેવી કોન્ફ્રન્સીઝની મંજૂરી આપતો હતો. તે પછી જાન્યુઆરી ૨૦૧૯માં જાેનીએ હોપિંન કંપની ઊભી કરી. તે પછી વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારી દરમિયાન માર્ચ મહિનામાં હોપિન એપ લોન્ચ કરવા માટે ફંડ મેળવ્યું.
હોપિન એપ ઝૂમ કોલ જેવી જ છે, જેના દ્વારા લોકો લાઈવ વિડીયો કોલ કરી શકે છે. હોપિન કોઈપણ કંપનીના કર્મચારીઓને રિમોટ નેટવર્ક પર કામ કરવાની તક આપે છે. લોન્ચ થયાના એક વર્ષ પછી જ હોપિન એપને ૫૦ લાખથી વધુ લોકો ઉપયોગ કરવા લાગ્યા હતા. ૨૦૨૧માં સંડે ટાઈમ્સ રિચ લિસ્ટમાં જાેની ૧૧૩મા નંબરે હતા. જાેનીની કંપનીની કોઈ ઓફિસ નથી અને તેના ૫૦૦ કર્મચારીઓમાંથી મોટાભાગના યુએસ અને યુકેમાં છે. કંપની બ્રિટનમાં રજિસ્ટર્ડ છે અને જાેની પોતાની વાગ્દતા સાથે સ્પેનના બાર્સેલોનામાં રહે છે. તેમની વાગ્દતા પણ તેમની સાથે કામ કરે છે.
જાેની કહે છે કે, તેઓ પોતાના દોસ્તો માટે ઘણા બોરિંગ છે, કેમકે તે પોતે ડ્રિંક કે પાર્ટી કરતા નથી. માર્ચ ૨૦૨૧માં જાેનીની કંપનીએ ૪૦ કરોડ ડોલરનું ફંડ મેળવ્યું અને વેલ્યુએશન ૫.૬૫ અબજ ડોલર થઈ ગઈ. મે ૨૦૨૧માં જાેનીની નેટવર્થ ૧.૫ અબજ પાઉન્ડ હતી. ઓગસ્ટ ૨૦૨૧માં જાેનીએ સ્ટાર્ટઅપ રોકાણકારો પાસેથી ૪૫ કરોડ ડોલરનું ફંડ મેળવ્યું અને વેલ્યુએશન ૭.૮ અબજ ડોલર પર પહોંચી ગઈ. ઓગસ્ટ ૨૦૨૧માં જાેનીની ભાગીદારીની વેલ્યુ લગભગ ૩.૨ અબજ ડોલર હતી.