પૃથ્વી સળગી જશે કે શું, ગરમીએ 1,20,000 વર્ષનો રેકૉર્ડ તોડ્યો, જાણો શા માટે દિવસે ને દિવસે ખતરો વધારે મંડરાતો જાય છે

Desk Editor
By Desk Editor
Share this Article

ગ્રીસ અને અમેરિકા જ્યાં મોટા ભાગનું તાપમાન સામાન્ય અથવા ઠંડી હોય છે ત્યાં લોકો છેલ્લા અઠવાડિયાથી આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. જર્મનીની લેઇપઝિગ યુનિવર્સિટીએ તાજેતરમાં એક અહેવાલ પ્રકાશિત કર્યો છે જેમાં જાણવા મળ્યું છે કે જુલાઈ 2023 મહિનામાં ગરમીના ઘણા રેકોર્ડ તોડ્યા છે. વિશ્લેષણ મુજબ, આ મહિના માટે સરેરાશ વૈશ્વિક તાપમાન અગાઉના સરેરાશ કરતા લગભગ 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ હોવાનો અંદાજ છે.

 

વૈજ્ઞાનિકોએ વિશ્વના ઘણા ભાગોમાં રેકોર્ડબ્રેક ગરમીની આગાહી કરી હતી તે મુજબ, તે જ અઠવાડિયામાં ફાટી નીકળેલી જંગલી આગને કારણે હજારો પ્રવાસીઓ રહોડ્ઝના ગ્રીક ટાપુ પરથી ભાગી ગયા હતા. સાથે જ અમેરિકાના દક્ષિણ પશ્ચિમમાં પણ લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. યુરોપિયન યુનિયનના ડેટાના વિશ્લેષણ અનુસાર, જુલાઈ 2023 નો મહિનો જુલાઈ 2019 ની તુલનામાં ઓછામાં ઓછો 0.2 ડિગ્રી સેલ્સિયસ ગરમ રહેવાનો છે. યુરોપિયન યુનિયનના આંકડા મુજબ આ તાપમાન 174 વર્ષના રેકોર્ડમાં સૌથી વધુ ગણવામાં આવશે. ગ્રીસ અને અમેરિકા ઉપરાંત ચીન, ફ્રાન્સ, સ્પેન, જર્મની અને પોલેન્ડમાં પણ ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

 

 

વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી

લિપઝિગના ક્લાઇમેટ સાયન્ટિસ્ટ કર્સ્ટન હૌસ્ટેઇને જણાવ્યું હતું કે, “જુલાઇ 2019 અને આજની પરિસ્થિતિને જોતા ગરમીની દ્રષ્ટિએ બે મહિના વચ્ચે તાપમાનમાં આટલો મોટો તફાવત જોવા મળ્યો છે, જેના આધારે તે ચોક્કસપણે કહી શકાય છે કે જુલાઈ 2023 સૌથી ગરમ રહેવાનો છે.” યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના ક્લાઈમેટ સાયન્ટિસ્ટ માઇકલ માનએ પણ જણાવ્યું હતું કે જુલાઈના મધ્ય સુધીમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે જુલાઈ મહિનો રેકોર્ડ ગરમ રહેવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી આપણે અશ્મિભૂત ઇંધણને બાળતા રહીશું ત્યાં સુધી પૃથ્વીનું તાપમાન વધતું રહેશે.

 

વડોદરામાં દશામા મહોત્સવ દરમિયાન દુર્ઘટના : મહી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરતી વખતે 5 યુવકો  ડૂબી જવાથી મોત 

 રાજકોટના કારીગરોની PMને ભેટ, ડાયમન્ડ, મીના, પાઈન લાકડાનો ઉપયોગ કરી તૈયાર કર્યા ત્રણ ખાસ પ્લેન, જુઓ તસ્વીર

 અમદાવાદમા તથ્ય પટેલ જેવો વધુ એક અકસ્માત! નબીરાએ BMW થી સર્જ્યો અકસ્માત

 

એન્ટાર્કટિકામાં પણ ગરમી

સામાન્ય રીતે, વૈશ્વિક સરેરાશ તાપમાન 16° સે.ની આસપાસ હોય છે, જેમાં દક્ષિણ ગોળાર્ધના શિયાળાનો પણ સમાવેશ થાય છે. પરંતુ, આ જુલાઈમાં તાપમાન વધીને 17 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે. ભીષણ ગરમીના કારણે દુનિયાના મોટા ભાગ પ્રભાવિત થયા છે. રણના વિસ્તારોમાં જ્યાં રાત્રે સામાન્ય રીતે ઠંડી હોય છે, યુએસના કેલિફોર્નિયા રાજ્યમાં ડેથ વેલીમાં આ મહિનામાં સૌથી ગરમ રાત નોંધાઈ હતી. પૃથ્વીના સૌથી ઠંડા સ્થળ એન્ટાર્કટિકામાં પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

 

 

 


Share this Article