બુધવારે કઝાખ શહેર અક્ટાઉ નજીક ક્રેશ થયેલા અઝરબૈજાની એરલાઇન્સના વિમાનમાં સવાર એક મુસાફરે દુર્ઘટનાની પહેલા અને પછીની ક્ષણોને કેદ કરી લીધી હતી. આ વીડિયોમાં પ્લેનની અંદરનો વિલક્ષણ નજારો સામે આવ્યો છે. એમ્બ્રેઅર 190 જેટ અઝરબૈજાનના બાકુથી રશિયાના ગ્રોઝની સુધી ઉડાન ભરી રહ્યું હતું. આ દરમિયાન તે અકસ્માતનો શિકાર બન્યો હતો. ઓછામાં ઓછા ૩૮ લોકો માર્યા ગયા હતા અને ૨૯ લોકો બચી ગયા હતા.
વિમાનમાં સવાર એક વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં વિમાનની અંદર કેબિનની હાલત ખરાબ થઇ ગઇ છે. લોકો વિમાનની અંદર પોતાની જાતને ઢસડતા જોવા મળી રહ્યા છે. વિમાનની સીટો તૂટી ગઈ છે. મુસાફરોનો સામાન અહીં-તહીં વેરવિખેર છે.
‘દ એમ્બ્રેર’ 190 દુર્ઘટનાગ્રસ્ત
અઝરબૈજાન એરલાઇન્સે અગાઉ જણાવ્યું હતું કે તેના એમ્બ્રેઅર ૧૯૦ વિમાને શહેરથી ત્રણ કિલોમીટર દૂર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિમાને અઝરબૈજાનની રાજધાની બાકુથી રશિયાના શહેર ગ્રોન્જી જવાના માર્ગમાં ઉડાન ભરી હતી. શરૂઆતમાં, એવા અહેવાલ આવ્યા હતા કે વિમાનમાં પક્ષી અથડાયા પછી, પાઇલટે વિમાનને અકાતાઉ તરફ વાળવાનો નિર્ણય કર્યો હતો અને તેને કટોકટીની પરિસ્થિતિમાં ઉતારવું પડ્યું હતું. વિમાનમાં સવાર લોકોમાં ક્રૂના પાંચ સભ્યો પણ હતા.
A surviving passenger from the Aktau plane crash manages to capture footage of inside the cabin pic.twitter.com/shIblEmV1d
— RT (@RT_com) December 25, 2024
વિમાનમાં સવાર 42 અઝરબૈજાનવાસીઓ
અઝરબૈજાની એરલાઇન્સના જણાવ્યા અનુસાર, વિમાનમાં સવાર 42 મુસાફરો અઝરબૈજાનના નાગરિકો હતા. આ ઉપરાંત 16 રશિયન નાગરિકો, છ કઝાકિસ્તાની અને ત્રણ કિર્ગિસ્તાન પણ હતા. ઓનલાઇન ફરતા મોબાઇલ ફોનના વીડિયોમાં જોઇ શકાય છે કે, વિમાન ઝડપથી જમીન પર પડી રહ્યું છે અને આગ પકડી રહ્યું છે. અન્ય એક ફૂટેજમાં વિમાનની પૂંછડી પાંખોથી અલગ થઈ ગઈ હતી અને બાકીના ઘાસમાં ઊંધા માથે પડ્યા હતા.
બોલીવૂડના એક્શન સ્ટારનો ખતરનાક સ્ટંટ, પીગળેલી મીણબત્તી ચહેરા પર રેડી, વીડિયો તમને ડરાવી દેશે
દિલ્હી-NCRમાં ઠંડી અને વરસાદનો બેવડો ફટકો, આ રાજ્યો માટે પણ એલર્ટ જારી, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ?
લગાતાર ઘટાડા પછી સોનાના અને ચાંદીના ભાવ સ્થિર, જાણો આજના ભાવ
અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સેન્ટ પીટર્સબર્ગની મુલાકાતે હતા અને અકસ્માતના સમાચાર સાંભળીને અઝરબૈજાન પરત ફર્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અલીયેવ સાથે ફોન પર વાત કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. કઝાકિસ્તાન અને અઝરબૈજાન બંનેના અધિકારીઓ આ અકસ્માતની તપાસ કરી રહ્યા છે.