માફી.. માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ માગી માફી, કહ્યું- ભારત વિના અમે આગળ વધી શકીએ એમ નથી

Desk Editor
By Desk Editor
Share this Article

World News: માલદીવના મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી ત્યારે ભારત સાથેના સંબંધો બગડવા લાગ્યા હતા. તમામ વિવાદો વચ્ચે માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબ ભારતના સમર્થનમાં ઉભા જોવા મળી રહ્યા છે. આ વિવાદ માટે માફી માગી તેમણે પીએમ મોદીને વૈશ્વિક નેતા ગણાવ્યા છે.

માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અહેમદ અદીબે એક સમાચાર એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, ‘PM મોદીએ કોવિડમાં અમને ઘણી મદદ કરી છે, PM મોદી માત્ર ભારતના PM નથી, તેઓ વિશ્વના નેતા છે, અમે માફી માગીએ છીએ. ભારત વિના આપણે આગળ વધી શકતા નથી.

અહેમદ અદીબે કહ્યું કે ‘તે ખૂબ જ દુઃખદ છે, મંત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મારી સલાહ છે કે એ લોકોએ રાજીનામું આપી દેવું જોઈએ, આ ખૂબ જ દુઃખદ છે, આવું ન થવું જોઈએ. કોવિડ દરમિયાન પીએમ મોદીએ અમને ઘણી મદદ કરી હતી, ભારતે અમને દરેક સમયે ઘણી મદદ કરી છે.

તેણે આગળ કહ્યું, ‘હું ઈચ્છું છું કે આ મિત્રતા આગળ વધે, આવું ન થવું જોઈતું હતું. પીએમ મોદી માત્ર ભારતના પીએમ નથી, તેઓ વિશ્વના નેતા છે, આપણે પણ તેમની સાથે ચાલવું જોઈએ.

માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ‘આપણે ભારત સાથે આગળ વધવું જોઈએ, નવી સરકાર બન્યાને બે મહિના થઈ ગયા છે, અમારા રાષ્ટ્રપતિ આવતીકાલે ચીન જઈ રહ્યા છે, જોઈએ તે શું કરે છે. મિત્રતા મજબૂત કરીને જ આપણે આગળ વધી શકીએ છીએ.તેમણે વધુમાં કહ્યું કે ઘણું નુકસાન થયું છે, બુકિંગ કેન્સલ થઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ સમગ્ર બાબતે વડાપ્રધાન સાથેે ભારતીય સિનેમા જગત પણ સહમત છે અને આ વિષય ઉપર ભારતીય સેલિબ્રિટીઓ પણ નકારાત્મક ટિપ્પણી કરી રહ્યા છે. જેની માલદીવે માફી માગી છે.

વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. જે બાદ માલદીવ સરકારના મંત્રીઓ તરફથી ભારતને લઈને વાંધાજનક ટિપ્પણીઓ આવવા લાગી. આ ટિપ્પણીઓને કારણે સોશિયલ મીડિયા પર માલદીવનો બૉયકોટ ટ્રેન્ડ થવા લાગ્યો.

ભારતે વિશ્વને કહ્યું સૂર્ય નમસ્કાર! ઈસરોના પ્રથમ સૌર મિશન Aditya-L1એ રચ્યો ઈતિહાસ, નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન

અયોધ્યા રામ મંદિરમાં 1 ગ્રામ પણ લોખંડ કેમ નથી વપરાયું? મંદિર બંધાતાની સાથે જ તેની ઉંમર કેવી રીતે ઘટે છે? સમજો આખું ગણિત

અદ્ભુત.. મહિલાને જોડિયા બાળકો નહીં પણ એકસાથે ત્રણ બાળકોને આપ્યો જન્મ, પિતા પણ શોકમાં!

હવે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે માલદીવના નેતાઓની ભાષા પર વાંધો વ્યક્ત કર્યો છે. X પર પોસ્ટ કરીને મોહમ્મદ નશીદે મોહમ્મદ મુઈઝુ સરકારના મંત્રીઓને અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.


Share this Article