World news: શુક્રવારે રાત્રે મોરોક્કોમાં 6.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના કારણે ઓછામાં ઓછા 296 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી AFPએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે ભૂકંપ રાત્રે 11:11 વાગ્યે (2211 GMT) આવ્યો હતો. તેનું કેન્દ્ર મારાકેશથી 71 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં 18.5 કિલોમીટર ભૂગર્ભમાં હતું. મોરોક્કન તટીય શહેરો રાબાત, કાસાબ્લાન્કા અને એસાઉઇરામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં ધરાશાયી થયેલી ઇમારતો, સાંકડી શેરીઓમાં પથરાયેલા કાટમાળના ઢગલા અને ચારેબાજુ વિનાશનું દ્રશ્ય જોવા મળે છે.
મારાકેશથી 200 કિમી પશ્ચિમે આવેલા એસાઉઇરાના રહેવાસીએ ટેલિફોન દ્વારા એએફપીને જણાવ્યું હતું કે, “અમે ભૂકંપ સમયે ચીસો સાંભળી હતી.” યુએસજીએસની પેજર સિસ્ટમ, જે ભૂકંપની અસર અંગે પ્રારંભિક મૂલ્યાંકન પ્રદાન કરે છે, આર્થિક નુકસાન માટે ઓરેન્જ એલર્ટ જારી કરે છે. એવો અંદાજ છે કે નોંધપાત્ર નુકસાન થવાની સંભાવના છે, અને ભૂકંપ સંબંધિત મૃત્યુ માટે યેલો એલર્ટ જારી કરવામાં આવી છે, જે દર્શાવે છે કે સામૂહિક જાનહાનિ થવાની સંભાવના છે. આફ્રિકન અને યુરેશિયન પ્લેટો વચ્ચે સ્થિત હોવાને કારણે, મોરોક્કોના ઉત્તરીય પ્રદેશમાં વારંવાર ભૂકંપ આવે છે. 2004 માં, અલ હોસીમામાં ભૂકંપમાં ઓછામાં ઓછા 628 લોકો માર્યા ગયા અને 926 ઘાયલ થયા હતા.
CNN એ USGS ને ટાંકીને અહેવાલ આપ્યો છે કે નોંધપાત્ર નુકસાન થવાની સંભાવના છે અને આપત્તિ સંભવિતપણે વ્યાપક છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારના ઘણા લોકો એવા માળખામાં રહે છે જે ‘ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ’ છે. મરાકેશના રહેવાસીએ રોઇટર્સને જણાવ્યું કે તેણે એમ્બ્યુલન્સને જૂના શહેરથી બહાર નીકળતી જોઈ હતી અને ઘણી ઇમારતોના રવેશને નુકસાન થયું હતું. રહેવાસીઓના જણાવ્યા અનુસાર, લોકો ડરી ગયા હતા અને બીજા ભૂકંપના ડરથી ઘરની બહાર નીકળી રહ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરોક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ દુઃખદ ક્ષણમાં મારી સંવેદના મોરોક્કોના લોકો સાથે છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા તૈયાર છે.
જનતાને ડબલ મોજ: LPG બાદ હવે પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! કિંમતમાં સીધો 3 થી 5 રૂપિયાનો ઘટાડો આવશે
વૈશ્વિક ઈન્ટરનેટ મોનિટર NetBlocks અનુસાર, આ ક્ષેત્રમાં પાવર કટના કારણે મારકેશમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે. 1980 માં, મોરોક્કોના પાડોશી દેશ અલ્જેરિયામાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 2500 લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ 3 લાખ લોકો બેઘર થયા હતા.