રસ્તાની બાજુમાં ભીખ માંગીને જીવન નિર્વાહ કરવો એ કદાચ સૌથી મજબૂરી ભર્યું કામ હશે. કોઈ પણ વ્યક્તિ તેમના જીવનના સૌથી ખરાબ તબક્કામાં જ ભીખ માંગવાનું વિચારી શકે છે. પરંતુ જાે તમને કહેવામાં આવે કે એક ભિખારી છે જેની એક મહિનાની કમાણી લગભગ ચાલીસ હજાર રૂપિયા છે તો? હા, આ મહિલા રસ્તાની બાજુમાં બેસીને ભીખ માગે છે. મહિલા પાસે એક ડાયરી છે જેમાં તે રોજની કમાણીનો હિસાબ રાખે છે. મહિલાની તસવીર અને તેની કમાણીના બુક-એકાઉન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
સેપાંગ વાયરલ નામના ફેસબુક પેજ પર મલેશિયાના સેરેમ્બનથી આવી જ કેટલીક તસવીરો સામે આવી છે, જેને જાેઇને કદાચ તમને પણ નવાઇ લાગશે. આ પોસ્ટમાં એક મહિલા રસ્તાની બાજુમાં ભીખ માંગતી જાેવા મળી હતી. સાથે જ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ મહિલાની મહિનાની કમાણી લગભગ ચાલીસ હજાર રૂપિયા છે. કમાણીની જાણકારી મહિલા પાસેના ખાતાવહીથી મળી હતી. આ મહિલા પોતાની સાથે રજિસ્ટર રાખે છે.
જેમાં તે પોતાની કમાણી વિશે લખે છે અને પોતાની કમાણીનો હિસાબ રાખે છે. આ મહિલા વિદેશી હોવાનું કહેવાય છે. તે બુરખો પહેરીને રસ્તાની બાજુમાં બેસે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે મુસ્લિમ છે, ત્યારે તેણે ફક્ત માથું હલાવ્યું અને હકારમાં જવાબ આપ્યો. તેની પાસેથી મળેલી નોટબુક જાેઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેની પાસે ૨૦૨૧ અને ૨૦૨૨ની કમાણીનો ટ્રેક હતો. આ નોટબુકની તસવીર વાયરલ થયા બાદ લોકો અનેક પ્રકારની અસમંજસમાં છે.
ફેસબુક પર શેર કરવામાં આવેલી આ પોસ્ટની કમેન્ટમાં એક વ્યક્તિએ લખ્યું કે શું આ તેની એક દિવસની કમાણી છે કે પછી અત્યાર સુધીની કુલ કમાણી છે? સાથે જ ઘણા લોકોએ એકાઉન્ટમાં થયેલી ભૂલનો પણ ઉલ્લેખ કર્યો હતો. જાે કે, જાે આ સમાચારની પુષ્ટિ થાય છે, તો સ્ત્રી એક મહિનામાં લગભગ ચાલીસ હજાર કમાય છે. એટલે કે મલેશિયાની ઘણી મોટી કંપનીઓમાં કામ કરતા લોકો કરતા આ ભિખારીએ વધુ કમાણી કરી છે. મલેશિયામાં લોકો તરત જ ગરીબોની મદદ માટે આગળ આવે છે. ઘણા લોકો આનો અયોગ્ય ફાયદો ઉઠાવે છે. કામથી ચોરી કરનારા આ લોકો ભિખારી બની જાય છે અને મફતમાં કોઈ મહેનત વગર કમાણી કરે છે. ત્યાર બાદ તેઓ આ પૈસાને ઉડાવી દે છે.