Bussiness News: જ્યારે પણ રોકાણની વાત કરવામાં આવે છે ત્યારે ભારતના મોટાભાગના લોકો સોનામાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે. પરંતુ આ બધાની વચ્ચે તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધુ સોનું કોની પાસે છે? તો આ પ્રશ્નનો જવાબ તમને અહીં જ મળી જશે
ભારત પાસે 25 મિલિયન કિલો સોનું
સૌથી પહેલા એ જાણી લો કે, ભારતમાં મોટાભાગનું સોનું પેઢી દર પેઢી ટ્રાન્સફર થાય છે. આ ઉપરાંત ભારતીય પરિવારોમાં લગ્ન જેવા વિવિધ શુભ અવસર પર સોનું આપવાની પણ પરંપરા છે. એક અંદાજ પ્રમાણે ભારતીય પરિવારો પાસે લગભગ 25,000 ટન સોનું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ઈન્ડિયાના ડાયરેક્ટર સોમસુંદરમનું કહેવું છે કે 2020-21ના અભ્યાસ મુજબ ભારતીય પરિવારો પાસે 21-23000 ટન સોનું હતું. પરંતુ હવે 2023માં તે લગભગ વધીને 24-25000 ટન એટલે કે 25 મિલિયન કિલોથી વધુ થઈ ગયું છે.
અમેરિકાને પણ પાછળ છોડ્યું
એક આંકડા મુજબ ભારત પાસે કુલ એટલું સોનું છે કે, તે દેશની કુલ GDPના 40 ટકા જેટલું કહેવાય છે. ઑક્સફર્ડના એક રિપોર્ટ અનુસાર વિશ્વના 11 ટકા જેટલું સોનુ ફક્ત ભારતીય પરિવારો પાસે છે. આ અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ, જર્મની અને IMFના કુલ સોનાના ભંડાર કરતાં વધુ છે.
ભારત પછી કોનો નંબર..?
ધોરણ 10 પાસ પછી પણ મળી શકે છે સરકારી નોકરી, પગાર પણ હશે શાનદાર, આ રહ્યા સ્કૉપ
Ind vs Afg: જયસ્વાલ-દુબેએ ટીમ ઈન્ડિયાને અપાવી આસાન જીત, ભારતનો T20 સિરીઝ પર કબજો
ભારત પછી સાઉદી શાહી પરિવાર સૌથી વધુ સોનાનો માલિક છે. ગ્લોબલ બુલિયન સપ્લાયરના અહેવાલ મુજબ સાઉદી શાહી પરિવારે 1920ના દાયકામાં તેલની કમાણીથી મોટાપાયે સોનું ખરીદ્યું અને સેંકડો ટન સોનાના માલિક બન્યા છે. જો કે સાઉદી શાહી પરિવારે ક્યારેય સ્પષ્ટપણે જાહેર કર્યું નથી કે તેમની પાસે કેટલું સોનું છે. આ યાદીમાં ત્રીજા સ્થાને અમેરિકન રોકાણકાર જોન પૉલસન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૉલસને સોનામાં મોટું રોકાણ કર્યું છે. જ્યારે સોનાના ભાવ નીચા હતા ત્યારે તેણે અનેક ટન સોનું ખરીદ્યું હતું. 2011 અને 2013ની વચ્ચે જ્યારે સોનાની કિંમત આસમાને પહોંચી હતી, ત્યારે પૉલસને સોનામાંથી 5 અબજ ડોલરની કમાણી કરી હતી.