કલ્પેશ વાઢેર ( સુરેન્દ્રનગર )
સરકાર દ્વારા 15 થી 18 વર્ષના કિશોરોને કોરોનાની રસી આપવા બાબતે મંજૂરી મળ્યા બાદ આજે 15 થી 18 વર્ષના કિશોરોને રસી આપવાની કામગીરી શરુ કરવામાં આવી હતી, જે અંતર્ગત લીંબડી આરોગ્ય વિભાગ અને લીંબડી બ્લોક ઓફિસના સહયોગથી લીંબડીની 31 હાઈસ્કૂલ ખાતે આજે 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનુ કોરોના વેકસીનનુ રસીકરણ કરવામાં આવ્યું હતું, લીંબડીની 31 હાઈસ્કૂલ ખાતે આજે 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનુ કોરોના વેકસીનનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
લીંબડીની 31 હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને કોરોનાની રસી આપવામાં આવી, જે અંતર્ગત આરોગ્ય વિભાગની 38 ટીમો તૈયાર કરવામાં આવી હતી, 150 કર્મચારીઓના સહયોગથી આજે રસીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ રસીકરણ કાર્યક્રમમા વિધ્યાર્થીઓ અને વાલીઓએ સારો પ્રતિસાદ આપ્યો હતો. ત્યારે લીંબડી બ્લોક ઓફિસર જૈમિન ઠાકર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, ત્યારે આ સમયે વિધ્યાર્થીઓ દ્વારા પણ અન્ય વિદ્યાર્થીઓને રસીકરણ માટે અપિલ કરવામાં આવી હતી, ત્યારે આ કાર્યક્રમમને સફળ બનાવવા માટે લીંબડી આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર ડો જૈમિન ઠાકરની ટીમ ,મનોજ ભટ્ટ અને ડો ચેતન આચાર્ય દ્વારા રસીકરણ અંગે માર્ગદર્શન અને રસીકરણ વધુ થાય તે માટે પ્રોત્સાહન પૂરુ પાડવામાં આવ્યું હતું.