અમરેલી, મૌલિક દોશી: અમરેલી જિલ્લામાં પણ કોરોના કેસ ની સંખ્યા વધી રહી છે તેની વચ્ચે આજે 23 કેસ પોઝિટિવ આવ્યા છે તો જિલ્લામાં 47 કેસ નોંધાયા હતા હાલ અમરેલી જિલ્લામાં કોરોના વધતા સંક્રમણ ને લઈ વહીવટીતંત્ર દ્વારા હોમ isolation નિયમોનો ભંગ કરતા કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ આવા દર્દીઓનાં સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સામે કાયદેસરના પગલા કાર્યવાહી હાથ ધરવામાં આવશે જિલ્લામાં ઘણી જગ્યાએ કોરોના દર્દીઓ અને તેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સામાન્ય રીતે લોકોની વચ્ચે જઇને સામાન્ય વ્યવહાર કરે છે.
જે અન્ય લોકોના સ્વાસ્થ્ય માટે અતિ જોખમી સાબિત થાય છે home installation guideline નું ચુસ્તપણે પાલન નો થવાને કારણે સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે તંત્ર દ્વારા નિયમોનો ભંગ કરી અન્ય લોકો સુધી સંક્રમણ ફેલાવવા માટે જવાબદાર વ્યક્તિઓ સામે એપિડેમિક એક્ટ 2020 ડિઝાસ્ટર એક્ટ 2005ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે આવા લોકો આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળે ઉભા કરેલા હોમ isolation ફેસીલીટી એટલે કે isolation સેન્ટર ખાતે ખસેડવામાં આવશે.
જો જરૂર જણાશે તો નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે બીજી તરફ આજે અમરેલી જીલ્લામાં કોરોના નવા 47 કેસ નોંધાયા હતા અમરેલી જિલ્લામાં 23 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા તો બાબરા અને જાફરાબાદમાં 1-1 કેસ સામે આવ્યા હતા, બગસરામાં 2, ધારીમાં 4, ખાંભામાં 2, કુકાવાવ 2, લાઠીમાં 2, લીલીયા રાજુરામાં 4-4, સાવરકુંડલામાં 2 દર્દીઓના પોઝીટીવ આવ્યા હતા.