મૌલિક દોશી (અમરેલી )
અમરેલી જિલ્લાના વરસડા ગામમાં નજીવી બોલાચાલી બાબતે મોડીરાત્રીના બનેલા હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટના અનુસાર બે વ્યક્તિઓ વચ્ચે થયેલ બોલાચાલીમાં એક શખ્સે બીજા શખ્સને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું હતું.આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ સમગ્ર મામલાને લઈને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીને પકડવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર અમરેલી તાલુકાના વરસડા ગામ ખાતે ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા તેમજ ધાર્મિક આશ્રમમાં સેવા પૂજા કરતા ચંપુ રામાની ગામના જ ચંપુ વલકુ ધાધલ દ્વારા છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક ચંપુ વાળા તથા તેમની સાથેના લોકો સ્થાનિક રણછોડ બાપુના આશ્રમમાં કલર કામ માટેનો ફાળો લેવા નીકળ્યા હતા, તે દરમિયાન તેમના જ ગામનો ચપુનામનો શખ્સ મૃતકના પિતા અને દાદા વિશે અયોગ્ય ટિપ્પણી કરતા બંને વચ્ચે બોલાચાલી થતા ચંપુ ધાધર નામના શખ્સે ફાડો લેતો જા તેમ કહીને પોતાના કમર પર લટકાવવામાં આવેલ છરી કાઢીને છાતી પર મારી હત્યા નીપજાવી હતી. મૃતકની સાથે ફાળો લેવા એકઠા થયેલા લોકો દ્વારા તેને સારવાર અર્થે હોસ્પિલમાં ખસેડવામાં આવ્યો હતો.
સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
આ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતકના પુત્ર જયવીર ચપુ વાળા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, આ ઘટનાને લઇને અમરેલી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.