અમરેલી (મૌલિક દોશી દ્ધારા): અમરેલીમાં જાહેર રસ્તા પર કેરીયા રોડ બાઈ પાસ ચોકડીપાસે હોસ્પિટલમાંથી નિકળતો બાયો મેડીકલ વેસ્ટ જાહેરમાં ફેંકાયેલો જોવા મળ્યો છે આ વેસ્ટ કચરો મૂંગા અને અબોલ જીવો જેવાકે ગાય સહિતના પશુઓ દ્વારા ખાઈ જવામાં આવતા હોય અને અને આ કચરામાંની સોય સહિતની વસ્તુઓ પણ ખુબજ નુકશાન કરતા હોઇ અમરેલીના શહેરીજનો અને પશુ પ્રેમીઓમાં ખુબજ કચવાટની લાગણી આ દ્રષ્યો જોવા મળી રહી છે.
લોકો દ્વારા જવાબદાર તંત્ર ને અહીં જાહેર માં કચરો ફેકીગયેલા ને કોઈપણ જાતની સેજ શરમ રાખ્યા વગર તાત્કાલિક કાર્યવાહી કરી કડક મા કડક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. હાલ કોરોના મહામારી નો કપરો સમય ચાલી રહ્યો હોય અને ત્રીજી લહેર દસ્તક દઈ રહી હોય સરકાર દ્વારા કડક અમલવારી ના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે ત્યારેજ અમરેલીમાં જાહેરમાં રસ્તા પર ફેંકવામાં આવેલા કચરા થી ગંભીર બીમારીઓની તેમજ રોગચાળો ફાટી નીકળે તેવી પણ સંભાવનાઓ રહેલી છે
સરકાર દ્વારા હોસ્પિટલોમાંથી દર્દીને સારવાર આપ્યાબાદ નિકળતો બાટલા, સીરીંઝ, પાટા, સહિતનો કચરો ચોક્કસ પ્રકારની બેગમાં ભેગી કરી અને તેનો નિકાલ કરવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવેલું હોઈ અને સરકાર દ્વારા તેના નિયમો પણ બનાવવામાં આવેલા છે. આ અંગે સરકારી હોસ્પિટલના જવાબદાર સુત્રોએ જણાવ્યું તું કે ડેસ્ટ્રો મેડ બાઈયો કલીન.રાજકોટ….સ્થિત એજન્સિને આ બાયોમેડીકલ વેસ્ટ લઇ જવા માટેનો કરાર કરવામાં આવેલો જ છે અને તેના માટે ચોક્કસ ફી પણ નક્કી કરાવેલીજ છે.
તેમના દ્વારા આપવામાં આવતી સૂચના મુજબ ખાસ બેગમાં પેક કરી આવો બાયો મેડીકલ વેસ્ટ દરેક હોસ્પિટલોને રાખવાનો હોઇ છે અને આ કચરાને જાહેરમાં ફેંકી શકાતો જનથી આજે જ્યારે અમરેલીમાં જ્યારે ખુલ્લે આમજ કાયદાનુ ઉલ્લંઘન થઇ રહ્યું છે ત્યારે મૂંગા અને અબોલ જીવો તેમજ લોકોના આરોગ્યને ધ્યાને લઇ તાત્કાલિકજ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ અમરેલી વાસી ઓ દ્વારા કરવામાં આવી રહી છે હવે લોકોએ જોવાનું એજ રહ્યું કે જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવહી કરવામાં આવે છે કે કેમ એતો હવે અમરેલી વાસીઓ એ જોવુજ રહ્યું