અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ધાર્મિક જગ્યા પચાવી પાડવાનો કારસો રચાયો હોવાનું સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. રુપિયાની લેતીદેતીથી તમામ નિયમોને બાજુ ઉપર મુકીને આ કારસો રચવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. એટલુ જ નહીં સમગ્ર આધાર પુરાવા સાથે આ મામલે જિલ્લા કલેક્ટરને પણ લેખિત રજુઆત કરવામાં આવી છે.
તાજેતરમાં જ ધારી તાલુકાના હુડલી ગામ ખાતે આવેલ ધાર્મિક જગ્યાની ધારી સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનોએ લીધી હતી. આ દરમિયાન ચોંકાવનારી હકિકત સામે આવતા મામલો પ્રકાશમાં આવ્યો છે. સમાજના આગેવાનોને જાણવા મળેલ કે, અહીં દરગાહ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી ઉર્ષ મુબારક થતો નથી અને દરગાહ ટ્રસ્ટની માલિકીની કરોડોની કિંમતની ખેતીલાયક જમીનનું બારોબારીયુ કરવા આ દરગાહના મુંજાવર તેમજ તેના કુંટુંબના સભ્યો અને અધિકારીઓએ કાવતરું રચ્યું છે. અને સમગ્ર કૌભાંડ આચરવામાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
આ અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ ૨૦૧૦માં ગુજરાત મહેસુલ વિભાગે પરીપત્ર અનુસાર ધાર્મિક જગ્યાની માલિકીની જમીન કોઈપણ પક્ષ વહેંચી પણ નથી શકતો અને વેચાણની નોંધો અધિકારીઓ પ્રમાણિક કરી શકતા નથી અને જો નોંધો પ્રમાણિક થાય તો અધિકારીઓએ આવી નોંધો રીવીજનમાં લેવા માટે કલેક્ટરને દરખાસ્ત કરવી પડે એવું જણાવેલ છે અને દરગાહની ખેતી જમીનના રેવન્યુ રેકર્ડ ૭/૧૨ ૬ નંબર દરગાહને જમીન ફાળવેલ છે. એવી નોંધ હોવા છતા સરકારી અધિકારીઓએ સરકારી અધિકારીઓએ દરગાહની જમીનની વેચાણ નોંધોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરી નોંધો ગેરકાયદે પ્રમાણિક કરેલ છે અને વધુમાં કોઈપણ ધાર્મિક સંસ્થાની ખેતીની જમીન જુની શરતમાં ન ફેરવી શકે.
તેમ છતા ધારીના મામલતદારે પોતાની સંતાનો દુર ઉપયોગ કરીને દરગાહની જમીનને જુની શરતમાં ફેરવવાનો ગેરકાયદે હુકમ કરેલ છે. અને આ દરગાહની મિલ્કત વકફ મિલ્કત છે. તેમ છતા આ જજમેન્ટ વિરુદ્ધ અધિકારીઓની મિલીભગતથી કરોડોની જમીન પચાવી પાડવાનાં આવી છે. અને અવેજની રકમ દરગાહ ટ્રસ્ટમાં જમા કરાવેલ નથી. સામાપક્ષે જમીન ખરીદી હોવાની હકિકત જાણીને ફકીર સમાજના પ્રમુખ અમીનભાઈ શેખ અને મુસ્તુફાભાઈ સોઢાએ આ અંગેની તમામ હકિકત અને આધાર પુરાવા સાથેના દસ્તાવેજોની નકલો સાથે ગુજરાત વકફ બોર્ડમાં લેખિત ફરિયાદ કરી છે. આ કાવતરા મામલે ધારી મામલતદાર, દેના બેન્કના મેનેજર, તલાટી મંત્રી સહિત કુલ ૧૪ લોકો સામે લેન્ડગ્રોબિંગની ફરીયાદ દાખલ કરવામાં આવે તેવી અરજી પણ અમરેલી જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે.