મૌલિક દોશી (અમરેલી)
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધાર કેરાળા રોડ પર અકસ્માત સર્જાયો હતો. એક મારુતિ કંપનીની કારમાં અચાનક આગ લાગવાની દુર્ઘટના બનવા પામી હતી, આ અકસ્માતમાં કાર સમગ્ર બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં સવાર પરિવાર દ્વારા સમય સૂચકતા વાપરીને સમયસર કારમાંથી ઉતરી જતા પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો. રસ્તા પર કારમાં આગની ઘટનાને લઇને થોડીવાર માટે અફડાતફડીના દ્રશ્યો સર્જાયા હતા. કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારમાં C.N.G હોવા છતાં પણ સદનસીબે મોટી દુર્ઘટના થતી અટકી હતી કારની સરગવા ની દુર્ઘટના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
ઝીંઝુડા ગામના રહેવાસી ગીરીશભાઈ હેલૈયા આજે પોતાના પરિવાર સાથે મારુતિ વેગન આર મારુતિ કારમાં ધાર કેરાળા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા આ સમયે કોઇપણ કારણોસર કારમાં અચાનક આગ ફાટી નીકળતા કારમાં સવાર લોકો સમય સુચકતા વાપરી કારની અંદરથી ઉતરી ગયા હતા ત્યારબાદ કાર રસ્તાની બાજુ પર ઉતરી ગઈ હતી જોતા જોતા માં કાર બળીને ખાખ થઈ ગઈ હતી રસ્તામાં કારમાં લાગેલી આગની ઘટનાના પગલે અન્ય વાહન પણ થોડીવાર માટે થંભી ગયા હતા