રોમિલ મણવર (અમરેલી) સિંહના અવારનવાર વિડિયો વાયરલ થઈ રહ્યા છે, ક્યારેક સિંહે દેખા દીધાના તો ક્યારેક સિંહે મારણ કર્યાની ઘટના સામે આવતી જ રહે છે. ત્યારે હવે અમરેલીના ખાંભા રેવેન્યુ વાડી વિસ્તારમાં સિંહનો મારણ સાથેનો વીડિયો વાયરલ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ખાંભા રેવેન્યુ વાડી વિસ્તારમાં ભૂંડનો શિકાર કરીને સિંહનો આંટાફેરા મારતાં વીડીયો વાયરલ થયો છે.
ખાંભા રેવન્યુ વિસ્તારમાં વાડીમાં સિંહએ ભૂંડનો શિકાર કરતા લોકોમાં ભય ફેલાનો હતો. સિંહે શિકાર કરીને આટા ફેરા મારતાં હોવાનું આ વીડિયો કોઇ ખેડૂત દ્વારા મોબાઈલમાં કેદ કરવામાં આવ્યો હતો. સિંહે કરેલા શિકારનો વીડિયો હાલ તો ખાંભા વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જો કે અવારનવાર સિંહે દેખા દીધાના સમાચાર સામે આવતા જ રહે છે, ત્યારે હવે સિંહે મારણ કર્યાની ઘટના પણ પ્રકાશમાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સાથે જ પોતાના પશુઓને લઇને પણ લોકોમાં ચિંતાનો માહોલ છવાયો હતો.