સાવરકુંડલાની વીજ કચેરી ખાતે આઠ ગામના ખેડૂતો સાથે ધારાસભ્ય પ્રતાપ દુધાતે વિજ પ્રશ્નોની સમસ્યાને લઈને ધરણા યોજ્યાં

Lok Patrika
By Lok Patrika
Share this Article

મૌલિક દોશી (અમરેલી): દિવસ દરમિયાન વીજળીના મળતાં ખેડૂતો રોષ આસમાને પહોંચ્યો છે. અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા અલગ-અલગ ગામડાના ખેડૂતો સાથે pgvcl કચેરીનો ઘેરાવ કરાયો હતો. ધારાસભ્ય અને ખેડૂતો વીજ કચેરીએ ધરણા પર બેસી જતા વીજ કર્મીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ખેડૂતોએ પોતાના પડતર પ્રશ્નોને લઇને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

ખેડૂતોને દિવસે વીજળીનો મળતી નોહોવાને કારણે રાત્રિના સમયે ખેતરમાં જવું પડે છે. રાતના સમયે વીજળી મળતી હોવાના કારણે જંગલી પ્રાણીઓનો ભય સતાવતો રહે છે. તો વળી બીજી તરફ કેટલાક ખેડૂતોને બંધ મીટરમાં જ બિલ આવતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોએ પીજીવીસીએલની દિવાકર યોજના લાગુ કરવની પણ માગણી કરી છે ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા પીજીવીસીએલ ના ઉચ્ચ અધિકારીઓને પણ ટેલિફોનિક સંપર્ક કરી રજૂઆત કરી ખેડુતોની વ્યથા સંભળાવી હતી. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે જો આવતા સમયમાં કોઈ યોગ્ય નિવારણ નહીં આવે તો ખેડૂતો દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly