મૌલિક દોશી (અમરેલી )
કમુરતાં ઉતર્યા બાદ ફરીથી લગ્નસરાની સીઝન ફુલ બહારમાં ખીલી ઉઠી છે જ્યારે આજે વસંતપંચમીના દિવસે સૌથી વધારે લગ્નોત્સવ છે. મોટાભાગના લગ્નસરાની કામગીરી સાથે સંકળાયેલ વ્યવસાયકારોને કારીગરો મળતા નથી ત્યારે અમરેલી શહેર અને જિલ્લામાં હાલમાં કોરોના કાર્ડના નિયમો વચ્ચે પણ ફરીથી લગ્નની શરણાઈની સુરાવલી અને ઢોલ ગુંજી ઉઠયા છે.
આ દિવસોમાં કોઈ કારીગર ફ્રી મળતા નથી આ જ રીતે મંડપ સર્વિસ ,રસોડા ,ફુલહાર, ફોટોગ્રાફર થી માંડીને ગોરદાદા પાસે તમામ તારીખો અગાઉથી જ બુક થઈ ગઈ છે કોઈપણ દિવસો ખાલી નથી અમરેલી જિલ્લામાં કોરોના કેસમાં હાલમાં ઘટાડો થયો છે તેના કારણે પણ લગ્નસરાને વેગ મળ્યો છે બીજી તરફ કોરોના ની ગાઈડલાઈન ને કારણે વ્યક્તિઓની મર્યાદાને કારણે મોટા આયોજનો હતા તે નાના થઈ ચૂક્યા છે અને સાદાઈથી લગ્ન કરવાનું પ્રમાણ વધ્યું છે લગ્નમાં બહાર ગામ જનારા લોકોનું પ્રમાણ વધતા એસટી તથા ખાનગી ટ્રાવેલ્સમાં પણ ટ્રાફિક વધારો જોવા મળ્યો છે
15મી જાન્યુઆરીથી લગ્નસરાની સીઝન ફરીથી શરૂ થયા બાદ હાલમાં પૂર બહારમાં ખીલી ઉઠી છે અમરેલી અમૃત ડેરી એન્ડ કેટરસના માલિક મનીષભાઈ પટેલેની સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તા.5ના તો જેટલા લગ્નો છે તે જ સૌથી વધારે લગ્નો આ જ દિવસે છે તા.5,6,7ના લગ્નનું પ્રમાણ સૌથી વધારે છે અને અગાઉથી જ ઓર્ડર બુક થઈ ચૂક્યા છે.