મૌલિક દોશી (અમરેલી): અમરેલીથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં અમરેલી કોંગ્રેસમાં અંદરખાને ભંગાણ થયું હોવાનું પણ દેખાઈ રહ્યું છે. એક જુથે આંમત્રણ આપતા બીજા જુથના પરેશ ધાનાણીએ પત્રકારોનું અપમાન કર્યું હોવાનું સામે આવતા સમગ્ર રાજ્યના પત્રકારોએ આ વાતને વખોડી કાઢી છે. કોંગ્રેસના અંદરો અંદરના ડખ્ખામાં પત્રકારો ઉપર ગુસ્સો ઠાલવવા પરેશ ધાનાણી સામે પત્રકારોએ રોષ ઠાલવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પક્ષનો ચૂંટણીમાં પરાજય થતો જાય છે તેમ તેના ધારાસભ્યો હવે તેની સભ્યતા પણ ગુમાવી બેઠા છે.
આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલીમ શિબિર યોજાઈ હતી. આ કાર્યક્ર્મમાં અમરેલીના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા પત્રકારોને કવરેજ કરતા રોકવામાં આવ્યા અને જ્યારે આગળમાં દિવસે કોંગ્રેસ પરિવાર વતી પત્રકારોને ટેલિફોનીક તેમજ વોટસએપમાં મેસેજ કરીને આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવે છે. જયારે કાર્યક્ર્મમાં અમરેલી ધારાસભ્ય દ્વારા બધા લોકોની વચ્ચે પત્રકારોનું અપમાન કરવામાં આવે છે તો શા માટે પહેલા પત્રકારોને આમંત્રણ આપવામાં આવે છે.
આગામી ચૂંટણીના ભાગરૂપે શિબિરનું આયોજન કરવામાં આવે અને પછી અને પત્રકારોને આમંત્રણ આપીને પત્રકારોનું બધાને વચ્ચે અપમાન આપવામાં આવે છે જો અમરેલી ના કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા પત્રકારોને બધાની વચ્ચે જો અપમાનિત કરવા માં આવતા હોત તો આમ પ્રજાની સમસ્યાઓ કે પ્રજાનું સંભળાતા હશે કે નહિ તે તો હવે આવનારી ૨૦૨૨ની ચુંટણીમાં જ ખબર પડશે.
પત્રકારોને આમંત્રિત કરાયા એ પરેશભાઈ ધાનાણી ની જાણ બાર હતું કે શું કોંગ્રેસ માં પણ સૌ પોત પોતાની મરજી મુજબ ચાલે છે!!!! કે શું આ કાર્યક્ર્મમાં અમરેલી જિલ્લા તેમજ તાલુકાના તમામ હોદેદારો તેમજ ધારાસભ્યો હાજર રહ્યા હતા તેમજ પ્રદેશ કોંગ્રેસના લોકો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્ર્મમાં બધાની વચ્ચે પત્રકારોને અપમાનિત કરવામાં આવતા સર્વે પત્રકારો દ્વારા આ કાર્યક્રમ કવરેજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.