વિજય જોષી ( લખતર ): કોરોનાના આ નવા વૅરિયન્ટનો સામનો કરવા માટે ભારત સરકારે રસીકરણ અભિયાનને વધારે સુદૃઢ કરવા કેટલાક મહત્ત્વના નિર્ણયો કર્યા હતા, જે અંતર્ગત વણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લખતરની સ્કૂલમાં 15 થી 18 વર્ષની વિદ્યાર્થીનીઓ માટે રસીકરણના બીજા ડોઝનું આયોજન કરાયું. લખતર એ.વી. ઓઝા સંસ્કાર કન્યા વિદ્યાલયમાં 15 થી 18 વર્ષની વિદ્યાર્થીનીઓને કોરોના રસીના સેકન્ડ ડોઝ આપવામાં આવ્યો
લખતર તાલુકા હેલ્થ ઓફિસના લખતરના વણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. હાર્દિક ઉપાધ્યાયની સૂચના અનુસાર વણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ સુપરવાઈઝર MPHW, FHW દ્વારા લખતર તાલુકાના 15 થી 18 વર્ષના લાભાર્થીઓ સાથે વિદ્યાર્થીઓ માટે વેકસીનના બીજા ડોઝ આપવાનું શરૂ કરાયુ. આજે લખતર અમદાવાદ હાઇવે ઉપર આવેલ એ.વી.ઓઝા સંસ્કાર વિદ્યાલયની વિદ્યાર્થીઓને બીજા ડોઝનું વેકસીનેશન કરવાનું આયોજન કરાયું હતું. આ વેકસીનેશન કાર્યક્રમમાં લખતર આશા વર્કર દ્વારા આરોગ્ય કર્મચારીઓ સાથે રહી કામગીરી કરવામાં આવી હતી