મૌલિક દોશી, અમરેલી: અમરેલીની બજારમાં વેપારીઓને માસ્ક અને સોશિયલ distance નો પાલન કરવા તાકીદ અમરેલીમાં કોરોના કેસની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે દિનપ્રતિદિન કોરોના કેસમાં ઉછાળો જોવા મળે છે મોટા પ્રમાણમાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે આવા સમયે તંત્ર હવે જાગતું થયું છે અને માસ્ક અને સોશિયલ distance ના પાલન માટે રસ્તા પર ઉતર્યું હતું અધિકારીઓની ફોજ એ અમરેલીની બજારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
અહીં માસ્ક અને સોશિયલ નું પાલન કરવા વેપારીઓને તાકીદ કરાઇ હતી કોરોના હબ બનેલું અમરેલી શહેરમાં સરકારી guideline નું પાલન કરવું જરૂરી છે અમરેલી જિલ્લામાં રેકોર્ડ બ્રેક કોરોના કેસ નોંધાઈ રહ્યા છે છતાં માસ્ક અને સોશિયલ distance નું પાલન ચુસ્તપણે ન થતું હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ જોવા મળી રહ્યા હતા જિલ્લાનું વડુ મથક અમરેલી અત્યારે કોરોના હોસપોટ બની ગયું છે.
આવા કટોકટી ભર્યા સમયે કોરોનાને લગતી સરકારની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન થાય તે માટે તંત્ર રસ્તા પર પહોંચ્યું હતું અમરેલી પ્રાંત અધિકારી મામલતદાર, સીટી પોલીસ સ્ટેશનના પી.આઇએ શાકમાર્કેટ, ફ્રુટ માર્કેટ, ટ્રાફિકથી ધમધમતો હરિ રોડ અને લાયબ્રેરી રોડ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અહીં માસ્ક પહેરીયા વગર ફરતા લોકોને તાકીદ કરવામાં આવી હતી સાથે-સાથે વેપારીઓને પણ કોરોના guideline કડક પાલન કરવા સૂચના અપાઇ હતી.