મૌલિક દોશી (અમરેલી ) બન્ને સિંહો સામ સામે હુંકાર કરતા હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. સૌરાષ્ટ્રના જંગલોમાં સિંહોના અનેક વીડિયો વાયરલ થયા છે પરંતુ મોટાભાગે સિંહો લટાર મારતા હોવાના દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે આજે ગીર જંગલમાં વર્ચસ્વ માટે સિંહો હુંકાર કરી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. અમરેલીના ધારી ગીર પૂર્વના દલખાણીયા વિડી વિસ્તારમાં 2 સિંહો વર્ચસ્વ માટે હુંકાર કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો DCFએ શેર કર્યો છે.
એક સાથે બંને સિંહો હુંકાર કરતા હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આ વીડિયો ધારી ગીર પૂર્વના DCF અંશુમન શર્મા દ્વારા બનાવી સોશયલ મીડિયા પર શેર કર્યો છે. સિંહોના આ વીડિયો અદભુત છે.ગીર જંગલમાં વનરાજાનું વર્ચ્ચવ હોય છે. તેમાં ખાસ કરી જે વિસ્તારમાં ગ્રુપ છે તે વિસ્તાર કરતા અલગ વિસ્તારના ગ્રુપનો સિંહ અથવા સિંહણ આવી ચડે એટલે પ્રથમ તો બંને વચ્ચે વર્ચસ્વ માટેનો ઘુરકાટ થાય એટલે કે બંને સામ સામે હુંકાર કરતા હોય છે. આ અવાજ ભાગ્યે જ જોવા મળે છે મળે તો એ સિંગલ સિંહમાં જોવા મળતો હોય છે પરંતુ આ પ્રકારે એક સાથે બંને સિંહો હુંકાર કરતા હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે આ વિડીયો જોરશોરથી વાઇરલ થઈ રહ્યો છે.