મૌલિક દોશી ( અમરેલી ): અમરેલી કાર્યવાહી તોળાઈ રહી છે . આ અંગે અમરેલીમાં ૧.૩૫ કરોડની બેંક અમરેલી ખાતે ખાતે યોજાયેલી રોબરીનો કેસ ફરીથી ઓપન કરીને તપાસ કરીને આરોપીઓ સુધી પહોચવા માટે પોલીસ તંત્રએ કમર કસી છે અને અગાઉ યેનકેન કરીતે બચી ગયેલા આરોપીઓ સામે કોન્ફરન્સમાં નવનિયુક્ત એસપી હિમકરસિંહે જણાવ્યું કે , ૨૦૧૮ માં અમરેલી એસબીઆઈમાંથી રુ . ૧ . ૩૫ કરોડની રોબરીની ઘટના બની હતી અને આ ઘટનાના આરોપીઓ હજુ સુધી પકડાયા નથી.
આગાઉ પોલીસ દ્વારા આ મુદ્દે તપાસ પણ કરવામાં આવી હતી . આ કેસની ફાઈલ પોલીસ દ્વારા રિઓપન કરવામાં આવશે અને ગુનેગારો સુધી પહોચવા માટે કડક તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અગાઉ લીલીયાના બવાડામાં ડબલ મર્ડર કેસ તથા બાબરા તિજોરી કચેરીમાંથી થયેલી મોટી ચોરીની ઘટનામાં પણ એસપી દ્વારા ફાઈલો મગાવીને અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ફરીથી તપાસનો ધમધમાટ શરુ કરાયો છે .