રિપોર્ટર: મૌલિક દોશી, અમરેલી: અમરેલી શહેરમાં નાવા 72 તેમજ લાઠીમાં 24 કેસ સામે આવ્યા છે આ મળીને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 412 થાયગય છે. અમરેલી જિલ્લામાં કોરોના ની રફરાર બુલેટ ટ્રેનની ગતિ એ આગળ વધી રહી છે જિલ્લામાં સૌથી વધુ ત્રીજી લહેરમાં 135 શુક્રવારના નોંધાયા હતા તેમાં સૌથી વધુ કેસ અમરેલી શહેરમાંથી સામે આવ્યા છે અમરેલી શહેરમાં નવા કેસનો આંકડો 72 પહોંચ્યો છે.
જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 412 પર પહોંચી છે જિલ્લામાં સૌથી વધુ ત્રીજી લહેરના 135 કેસ નોંધાયા છે જે પૈકીના અડધા કરતાં પણ વધુ આંકડો માત્ર અમરેલી શહેરનો એટલે કે 72 કેસ સામે આવિયા છે. આ ઉપરાંત લાઠી તાલુકામાં પણ સંક્રમણ વધી રહ્યું છે લાઠી તાલુકામાં શુક્રવારના 24 કેસ સામે આવ્યા છે આ ઉપરાંત ધારીમાં 11 કેસ, રાજુલામાં 6 કેસ, જાફરાબાદમાં 7, ખાંભામાં 5 કેસ, લીલીયા અને સાવરકુંડલામાં 3 કેસ, તથા બગસરા અને કુકાવાવ 2-2 નોંધાયા હતા જોકે બાબરા તાલુકામાં એક પણ કેસ નોંધાયો ન હતો .