Astrology News: આ વર્ષે હોલિકા દહન 24મી માર્ચે ઉજવવામાં આવશે અને રંગ-ગુલાલનો તહેવાર હોળી 25મી માર્ચે ઉજવવામાં આવશે. આ વર્ષે વર્ષ 2024નું પહેલું ચંદ્રગ્રહણ પણ 25 માર્ચે થઈ રહ્યું છે. આ પહેલા કેટલાક મહત્વપૂર્ણ ગ્રહ સંક્રમણ પણ થઈ રહ્યા છે.
વિગતે વાત કરવામાં આવે તો 25 માર્ચે હોળીના એક અઠવાડિયા પહેલા 18 માર્ચે શનિનો ઉદય થશે. શનિનો ઉદય રાશિચક્ર પર નોંધપાત્ર અસર કરશે. આ સિવાય માર્ચમાં હોળી પહેલા સૂર્ય પણ ગોચર કરશે અને મીન રાશિમાં પ્રવેશ કરશે. રાહુ ગ્રહ પહેલેથી જ મીન રાશિમાં છે. સૂર્ય સંક્રમણના કારણે મીન રાશિમાં સૂર્ય અને રાહુનો યુતિ રહેશે.
સૂર્ય કે ચંદ્ર સાથે રાહુની હાજરી ગ્રહણ યોગ બનાવે છે, જે જ્યોતિષમાં અશુભ માનવામાં આવે છે. મીન રાશિમાં સૂર્ય અને રાહુ ભેગા થઈને ગ્રહણ યોગ બનાવશે.
25 માર્ચે હોળીના દિવસે વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણની ઘટના અને તે જ સમયે મીન રાશિમાં ગ્રહણ યોગનું નિર્માણ કેટલાક લોકો માટે ખૂબ જ અશુભ સાબિત થઈ શકે છે. ચંદ્રગ્રહણ હોળીના દિવસે 25મી માર્ચે સવારે 10.24 થી બપોરે 03.01 વાગ્યા સુધી ચાલશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેમ છતાં તે લોકો પર અસર કરી શકે છે.
વિશેષ અને ડરાવે એવી વાત એ છે કે હોળીના અવસર પર ગ્રહો અને નક્ષત્રોની આ સ્થિતિ કુંભ રાશિના લોકો માટે મુશ્કેલીઓ વધારી શકે છે. આ લોકોને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ખાસ કરીને નોકરી અને ધંધામાં પરેશાનીઓ આવી શકે છે. નાણાના પ્રવાહ પર નકારાત્મક અસર પડી શકે છે. આર્થિક નુકસાન થઈ શકે છે. તો આવા લોકોએ ખાસ ડગલે ને પગલે સાવચેત રહેવાની જરૂર છે.