પિતૃ પક્ષમાં દુર્લભ સંયોગ, 5 રાશિના લોકો માટે ખુલશે ભાગ્યના દરવાજા, ઘરમાં ધનના ભંડાર મૂકવા જગ્યા ખૂટશે!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Shradh 2023 October Horoscope : પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ પક્ષનો સમય પૂર્વજોને સમર્પિત છે. હિંદુ ધર્મ ઉપરાંત જ્યોતિષમાં પણ આ સમયને ખાસ માનવામાં આવે છે. પિતૃ પક્ષની શરૂઆત ભાદ્રપદ પૂર્ણિમાથી થાય છે અને અશ્વિન મહિનાના અમાવસ્યા પર સમાપ્ત થાય છે. આ વર્ષે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બરથી શરૂ થઈને 14 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન લોકો પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાન અને તર્પણ કરે છે. આ વખતે પિતૃપક્ષ વધુ ખાસ એટલા માટે છે કે 30 વર્ષ બાદ પિતૃ પક્ષમાં સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ એક સાથે બની રહ્યા છે. પિતૃપક્ષે એક સાથે આ 2 શુભ યોગોની રચના 5 રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાની છે. આ વતનીઓને પિતૃ પક્ષ દરમિયાન અચાનક પૈસા અને મોટી સફળતા મળી શકે છે. આ જાતકો માટે ઓક્ટોબર મહિનો ખૂબ જ શુભ રહેશે એમ કહી શકાય.

 

ઓક્ટોબરમાં ચમકશે આ રાશિઓના ભાગ્ય

મેષ રાશિ : 

ઉધાર આપેલાં નાણાં પાછાં મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. બિઝનેસનો વિસ્તાર થશે. તમારો નફો વધશે. મિત્રો અને પરિવારનો પ્રેમ અને સહયોગ મળશે. જેનાથી તમે મોટામાં મોટા કામ પણ સરળતાથી પૂરા કરી શકશો.

મિથુન રાશિ :

મિથુન રાશિના જાતકોને ઓક્ટોબર રોકાણથી લાભ થશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. કરિયરમાં આગળ વધવાની તકો મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જીવનમાં શાંતિ રહેશે.

 

 

કર્ક રાશિ : 

કર્ક રાશિના જાતકોને નોકરીમાં મોટું પદ મળી શકે છે. પ્રતિષ્ઠા વધશે. વાહન કે સંપત્તિ ખરીદવાનું સપનું પૂરું થશે. તમે આ યોજનાઓ પર કામ કરશો અને સફળ થશો. ધન લાભ થશે.

કન્યા રાશિ : 

કન્યા રાશિના જાતકોને ઓક્ટોબર મહિનામાં અણધાર્યા નાણાં મળી શકે છે. નોકરીમાં ફેરફાર કરવા માટે પણ આ સારો સમય છે. તમે ઇચ્છો તે નોકરી મેળવી શકો છો. વિવાહિત જીવન સુખમય અને શાંતિપૂર્ણ રહેશે.

 

લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો આખો અંબાણી પરિવાર, તસવીરોમાં જુઓ અનોખો જ અંદાજ

 iPhone 15: ઓર્ડર કરો અને નવો iPhone માત્ર 10 મિનિટમાં ઘરે પહોંચી જશે, આ કંપનીએ જોરદાર સુવિધા શરૂ કરી

 ગુજરાતીઓ હજુ વરસાદ ગયો નથી, આ 5 જિલ્લામાં આજે ધોધમાર ખાબકશે, નવી આગાહી તમારે જાણી જ લેવી જોઈએ

 

કુંભ રાશિ : 

કુંભ રાશિના લોકોની જૂની સમસ્યાઓનો અંત આવશે. તમારો તણાવ દૂર થશે. મોટી રાહત અનુભવશો. તમારી આવકમાં વધારો થશે. તમે સારું કામ કરશો અને પ્રશંસા મેળવશો. લાંબા સમય પછી, તમે જીવનમાં હળવાશ અનુભવશો.

 

 


Share this Article