Astrology News: મીન રાશિમાં શુક્રનું ગોચર 31 માર્ચ, રવિવારે સાંજે 04:54 કલાકે થશે. શુક્રના રાશિચક્રમાં આ પરિવર્તનને કારણે 3 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે કારણ કે તેમના સુખ-સુવિધાઓમાં ઘટાડો થઈ શકે છે અને જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. શુક્ર 24 એપ્રિલે સવારે 12.07 વાગ્યા સુધી મીન રાશિમાં રહેશે. જ્યોતિષ વિદ્યાનાં જાણકારો પાસેથી મળતી માહિતી મુજબ મીન રાશિમાં સૂર્યનું ગોચર નીચેની 3 રાશિઓ પર નકારાત્મક અને અશુભ અસર કરી શકે છે.
સિંહ રાશિ
મીન રાશિમાં પ્રવેશ કરી રહેલા શુક્રને કારણે સિંહ રાશિના લોકોને કારકિર્દીમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. નોકરી અને વ્યવસાય કરતા લોકોએ 31 માર્ચ અને 24 એપ્રિલની વચ્ચે સાવધ રહેવું કારણ કે તેઓ સાથે છેતરપિંડી થઇ શકે છે કે તકો ચૂકી શકે છે. જો તમે સાવધાનીથી કામ કરશો તો સફળતા મેળવી શકશો.
બેદરકારીને કારણે તમે તમારા હાથ ઘસતા રહી જશો. આ સમયગાળા દરમિયાન, તમારે ક્યાંય પણ પૈસાનું રોકાણ ન કરવું. કેમકે, નુકસાન થવાની સંભાવના છે. તમારી ઉડાવવાની આદત પર નિયંત્રણ રાખો નહીતર તમારે ઉધાર લેવાનો વારો આવી શકે છે. કોઈ સરકારી કામ અટકી શકે છે.
તુલા રાશિ
તમારી રાશિના લોકો શુક્ર ગોચરની નકારાત્મક અસર જોઈ શકે છે. આ સમય દરમિયાન, તમારે તમારી જાતને કોઈપણ પ્રકારના વાદ-વિવાદથી દૂર રાખવી પડશે, તમારે કેટલીક બાબતોને અવગણવી પડશે. જો તમે લડશો તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે. આ સમયગાળા દરમિયાન, સમય તમારા માટે પ્રતિકૂળ હોઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
શુક્રનું ગોચર તમને સાવધાન બનાવશે. આ સમયગાળા દરમિયાન તમારે કોઈપણ ગેરકાયદેસર કામ ન કરવું. જુગાર, દારૂ અને સટ્ટાબાજીથી દૂર રહો નહીંતર 31 માર્ચથી 24 એપ્રિલની વચ્ચેનો સમય તમારા માટે ખરાબ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન, તમારી નાણાકીય પરિસ્થિતિ પડકારરૂપ બનવાની છે, તેથી તમારા પૈસા સમજી વિચારીને ખર્ચ કરો. વાદવિવાદથી દૂર રહો, નહીંતર તે તમારા પર વિપરીત અસર કરી શકે છે.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
શુક્ર માટે ઉપાય
શુક્ર રાક્ષસોનો ગુરુ છે, તેને પ્રસન્ન કરવા માટે શુક્રવારે વ્રત રાખો અને શુક્રના બીજ મંત્રનો જાપ કરો. તે દિવસે સફેદ વસ્ત્ર, અત્તર, ચોખા, દૂધ, સુંદરતા વગેરે વસ્તુઓનું દાન કરો.