Surya Grahan Chandra Grahan 2023 : જ્યોતિષશાસ્ત્રમાં (astrology) સૂર્ય અને ચંદ્રગ્રહણનું ખૂબ મહત્વ છે, અને તેની લોકોના જીવન પર મોટી અસર પડશે. આ ઉપરાંત હિંદુ ધર્મમાં પણ ગ્રહણને અશુભ માનવામાં આવે છે. વર્ષ 2023માં 4 સૂર્યગ્રહણ (Sūryagrahaṇa) અને ચંદ્રગ્રહણ (Candragrahaṇa) થવાના છે, જેમાંથી 2 થઈ ચૂક્યા છે. આગામી ઓક્ટોબર મહિનામાં એક સૂર્યગ્રહણ અને એક ચંદ્રગ્રહણ થવાનું છે. આ બંને ગ્રહણ માત્ર 15 દિવસમાં થશે.14મી ઓક્ટોબરે સૂર્યગ્રહણ અને 28મી ઓક્ટોબરે ચંદ્રગ્રહણ થશે. 15 દિવસમાં 2 ગ્રહણ થવાથી તમામ 12 રાશિઓના જીવન પર શુભ કે અશુભ પ્રભાવ પડશે.
વર્ષના છેલ્લા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની અસર
વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે રાત્રે 08:34 વાગ્યે શરૂ થશે અને 02:25 વાગ્યા સુધી ચાલશે. સાથે જ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબરે બપોરે 01:06 વાગ્યે શરૂ થશે અને 02:22 વાગ્યે સમાપ્ત થશે. વર્ષ 2023માં આવેલા ચાર ગ્રહણમાંથી માત્ર આ ચંદ્રગ્રહણ જ ભારતમાં દેખાશે. તેથી, તેનો સુતક સમયગાળો માન્ય રહેશે. આ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ 3 રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેવાના છે.
મિથુન રાશિ :
આ બંને ગ્રહણથી મિથુન રાશિના જાતકોને ઘણો લાભ થશે. આ લોકોનો આત્મવિશ્વાસ વધશે. તમે તમારી કારકિર્દીમાં ઉંચી ઉડાન ભરશો. તમને કોઈ પણ સ્પર્ધા અથવા ઇન્ટરવ્યુમાં સફળતા મળશે. ધનમાં વૃદ્ધિ થશે. તમારા કામની પ્રશંસા થશે. મોટી જવાબદારી મળી શકે છે. રોકાણથી લાભ થશે.
સિંહ રાશિ :
આ બંને ગ્રહણથી સિંહ રાશિના જાતકોને લાભ થશે. તમારી જવાબદારીઓ વધશે. કરિયરમાં પ્રગતિ થશે. ધન લાભ થશે. બેન્ક બેલેન્સ વધશે. જીવનમાં સુખ વધશે. તમને દેવામાંથી મુક્તિ મળશે. લવ લાઈફ વધુ સારી રહેશે. તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરશો.
તુલા રાશિ :
તુલા રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ અનેક ભેટો આપનાર છે. આ લોકોને કરિયરમાં મોટી સફળતા મળશે. તમે દરેક ક્ષેત્રમાં સફળ થશો. નોકરીમાં મોટું પદ અને પગાર વધારો મળી શકે છે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ થઈ શકે છે. માન-સન્માન મળશે. આત્મવિશ્વાસ વધશે.