Surya Transit: સૂર્ય ભગવાનને તમામ ગ્રહોના રાજા માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યના સંક્રમણનું વિશેષ મહત્વ છે. સૂર્ય ભગવાન દર 30 દિવસે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ટૂંક સમયમાં જ સૂર્ય પોતાની ગતિમાં ફેરફાર કરવા જઈ રહ્યો છે, જેની અસર તમામ રાશિઓ પર પડશે.
સૂર્યનું આ સંક્રમણ કેટલીક રાશિઓ માટે શુભ અને કેટલીક રાશિઓ માટે અશુભ સાબિત થઈ શકે છે. 16 ડિસેમ્બરે સૂર્ય ભગવાન ધનુ રાશિમાં પ્રવેશ કરશે. બપોરે 3:58 પછી, સૂર્ય વૃશ્ચિકથી ધનુ રાશિમાં જશે. સૂર્યદેવના આ સંક્રમણને કારણે કેટલીક રાશિના જાતકોને નુકસાન પણ સહન કરવું પડી શકે છે.
વૃષભ
સૂર્ય વૃષભ રાશિના આઠમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં વૃષભ રાશિના લોકો માટે સૂર્યનું આ સંક્રમણ શુભ માનવામાં આવતું નથી. આ સમયે તમારે પ્રોપર્ટી અથવા શેર માર્કેટમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ. ઘરમાં મતભેદનું વાતાવરણ પણ બની શકે છે. તે જ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.
મિથુન
મિથુન રાશિના જાતકો માટે સૂર્યનો ધનુ રાશિમાં પ્રવેશ લાભદાયક માનવામાં આવતો નથી. સૂર્ય ભગવાન તમારા સાતમા ભાવમાં સંક્રમણ કરશે. આવી સ્થિતિમાં સૂર્યના સંક્રમણને કારણે વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. તમારા જીવનસાથી સાથે પણ ‘તુ તુ મેં મેં’ ની સ્થિતિ સર્જાઈ શકે છે.
‘ધૂમ’ના ડાયરેક્ટર સંજય ગઢવીનું નિધન, મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેક આવતા પ્રાણ પંખેરુ ઉડી ગયા
ખૂબ જ ખતરનાક હોય છે આટલી રાશિના લોકો, તેમનાથી દૂર રહેવામાં જ આપણી ભલાઈ છે, જાણો કોણ કોણ?
2024માં આ રાશિના લોકોની તિજોરી પૈસાથી ઠસોઠસ ભરાઈ જશે, વર્ષના અંતે એવી લોટરી લાગશે કે જલસો પડી જશે
કર્ક
કર્ક રાશિવાળા લોકો માટે સૂર્યનું આ સંક્રમણ મિશ્ર પરિણામ લાવશે. સૂર્ય તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી, આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તે જ સમયે, તમારા સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચ પણ વધી શકે છે.