Astrology News: જ્યોતિષશાસ્ત્રમાં છાયા ગ્રહ રાહુને સૌથી શક્તિશાળી ગ્રહોમાંનો એક માનવામાં આવે છે. રાહુ દોઢ વર્ષમાં સંક્રમણ કરે છે અને હંમેશા પૂર્વવર્તી ગતિ કરે છે. કુંડળીમાં રાહુની સ્થિતિ વ્યક્તિને રાજામાંથી રંક અને રંકમાથી રાજા બનાવી શકે છે.
વર્ષ 2023માં રાહુ સંક્રમણ કરીને મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે રાહુ 18 મે 2025 સુધી મીન રાશિમાં રહેશે. પરંતુ આ સમયગાળા દરમિયાન રાહુ નક્ષત્ર બદલાશે. હાલમાં રાહુ રેવતી નક્ષત્રમાં છે અને હવે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવાનો છે.
શનિના નક્ષત્રમાં રહેલો રાહુ 3 રાશિઓનું નસીબ ચમકાવશે!
8મી જુલાઈએ રાહુ નક્ષત્ર બદલશે. રાહુ નક્ષત્રનું સંક્રમણ કર્યા બાદ તે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી શનિ છે. તેથી રાહુનો શનિના નક્ષત્રમાં પ્રવેશ મહત્વના ફેરફારો લાવશે. ઉત્તરાભાદ્ર પાદ નક્ષત્રને અદ્ભુત નક્ષત્રોમાંનું એક ગણવામાં આવે છે.
આ નક્ષત્ર સફળતા, આધ્યાત્મિકતા, અચાનક આર્થિક લાભ વગેરેનું કારણ માનવામાં આવે છે. વાસ્તવમાં રાહુ માટે શનિનું મળવું સારું નથી. પરંતુ જો શનિ શુભ સ્થિતિમાં હોય તો તેની સકારાત્મક અસર થાય છે. ચાલો જાણીએ કે કઈ રાશિ પર રાહુના નક્ષત્રમાં પરિવર્તનની શુભ અસર થશે.
વૃષભ: વૃષભનો સ્વામી શુક્ર છે, જે રાહુનો અનુકૂળ ગ્રહ છે. રાહુનું સંક્રમણ વૃષભ રાશિના જાતકોને ભારે આર્થિક લાભ લાવશે. તેમજ લાંબા સમયથી અટકેલા કામ પણ પૂર્ણ થશે. તમને અણધારી મદદ મળશે. શેરબજારથી લાભ થશે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.
તુલાઃ- તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર પણ છે અને રાહુનો અનુકૂળ ગ્રહ હોવાથી આ રાશિના લોકોને લાભ થશે. આ લોકોની આવકમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. જેઓ વિદેશથી સંબંધિત વેપાર કરે છે તેમને ઘણો ફાયદો થશે. નોકરી કરનારાઓને પ્રમોશન મળશે.
સોનાક્ષી સિંહાના લગ્નની અંદરની વિગતો બહાર આવી, સેલિબ્રેશન અંબાણી કરતાં જરાય ઓછું નહીં હોય!
માત્ર 14 દિવસમાં ડુંગળીના ભાવ 50% વધ્યા, ચૂંટણી પૂરી થતા જ ભડકો થયો, જાણો હજુ કેટલા વધશે?
સરકાર બનતાની સાથે જ બેંક કર્મચારીઓની બલ્લે બલ્લે, 16% DA વધારાની ભેટ, ફટાફટ જાણી લો ફાયદાની વાત
વૃશ્ચિક: રાહુનું સંક્રમણ વૃશ્ચિક રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે. આ લોકોના પેન્ડિંગ કામ પૂર્ણ થશે. કરિયરમાં લાભ થશે. ફાઈનાન્સ સાથે જોડાયેલા લોકો માટે સમય ખાસ કરીને સારો છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.