ગઢડામાં લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા વર્લ્ડ રેકોર્ડ રચવામા આવ્યો છે. આ આંતરરાષ્ટ્રીય અધિવેશનમા એક સાથે 300 ચૂલા ચાલુ કરવામા આવ્યા હતા.
આ દરમિયાન છ કલાક બાજરીના રોટલા બનાવવામાં આવ્યા. આમ કુલ 6,360 બાજરીના રોટલા સાથે વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો.
આ રેકોર્ડ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ દ્વારા નોંધવામા આવ્યો હતો.
આ આખા આયોજન અંગે વાત કરીએ તો ગઢડાના અખિલ ભારતીય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ પેઠાથી પતિ આચાર્ય મહારાજ અજેન્દ્રપ્રસાદજી તથા સર્વે સ્ત્રી ભક્તોના ગુરુ પદના માતૃના આશીર્વાદ હેઠળ આ કાર્ય થયુ છે.
આ સાથે આખા કાર્યક્રમ દરમિયાન ડોક્ટર ઉર્વશી કુંવરબાએ માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ.
આ કાર્યક્રમમા હજારોની સંખ્યામાં મહિલા સેવકો હાજર રહ્યા હતા.
આ સિવાય વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી અમે આ રેકોર્ડ જાહેર કર્યો હતો.
વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના પ્રતિનિધિઓએ આ અંગે વાત કરતા જણાવ્યુ કે આ કાર્યક્રમમાં 300 ચૂલા ઉપર છ કલાકમાં 6,360 જેટલા રોટલા બનાવવામાં આવ્યા હતા જે એક ખૂબ જ મુશ્કેલ કામ છે. જો કે, સામૂહિક રીતે સરળતાથી આ કામ કરવામા આવ્યુ અને તેમને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે.