BREAKING: રાજ્યસભામાં 3 નવા ક્રિમિનલ લો બિલ થયા પાસ, અમિત શાહે કહ્યું- “તારીખ પે તારીખ યુગનો આવશે અંત”

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

રાજ્યસભામાં 3 નવા ક્રિમિનલ લો પસાર કરવામાં આવ્યા છે. રાજ્યસભાએ ત્રણ ફોજદારી ખરડા, ભારતીય ન્યાય (સેકન્ડ) કોડ, 2023, ભારતીય નાગરિક સંરક્ષણ (સેકન્ડ) કોડ, 2023 અને ભારતીય પુરાવા (સેકન્ડ) બિલ, 2023, IPC, CrPC અને પુરાવા અધિનિયમના સ્થાને પસાર કર્યા.

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભાને સંબોધતા કહ્યું કે, નવા ક્રિમિનલ કાયદાના અમલીકરણથી ‘તારીખ પે તારીખ’ યુગનો અંત સુનિશ્ચિત થશે અને ત્રણ વર્ષમાં ન્યાય મળશે. તેમણે કહ્યું કે અમે કહ્યું હતું કે અમે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ લાવશું.

ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, દેશ વિરુદ્ધ કામ કરનારાઓને નવા ક્રિમિનલ કાયદા દ્વારા કડક સજા આપવામાં આવશે. નવા ક્રિમિનલ કાયદા અમલમાં આવતાની સાથે જ એફઆઈઆરથી લઈને નિર્ણય સુધીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થઈ જશે. ક્રિમિનલ કાયદાઓનો હેતુ બ્રિટિશ સરકાર સામે લોકોને સજા કરવાનો હતો. પરંતુ મને ગર્વ છે કે ભારતીય સંસદે ક્રિમિનલ ન્યાય પ્રણાલી માટે કાયદો બનાવ્યો છે.

વિલંબથી PAN-Aadhar લિંક કરનારાઓના દંડથી સરકારની તિજોરી ભરાઈ, આશરે 2,125ની થઈ આવક

અયોધ્યાની રોનકમાં લાગશે ચાર ચાંદ, ભગવાન શ્રી રામના સાસરેથી આવશે પાઘડી, પાન અને મખાનાની ભેટ

Gujarat: ધોરણ 9 અને 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતી વિષયક પ્રકરણોનો સમાવેશ

આ નવા ક્રિમિનલ કાયદાઓ ફોજદારી ન્યાય પ્રણાલીમાં નવા યુગની શરૂઆત કરશે. સરકારે નવા ફોજદારી કાયદા અંગે સ્થાયી સમિતિના સભ્યોના 72 ટકા સૂચનો સ્વીકાર્યા છે.


Share this Article