Gujarat News: હજી તો ચૈતર વસાવાના કેસમાંથી આપને છૂટકારો મળ્યો જ નથી ત્યાં ભરૂચમાં આમ આદમી પાર્ટીના 43 હોદેદારો અને કાર્યકરોએ પાર્ટીથી નારાજ થઈને પ્રદેશ પ્રમુખને રાજીનામાં આપી દીધા છે, છેલ્લા કેટલાય સમયથી જિલ્લા પ્રમુખ સાથે ચાલતા વિવાદના કારણે સંગઠનમાંથી રાજીનામાં અપાઈ રહ્યા છે.
હાલ તો આમ આદમી પાર્ટીની સ્થિતિ ખૂબ જ ગંભીર થતી જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીને ગણતરીનો જ સમય બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતમાં મોટા-મોટા ગાબડા પડવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે ટૂંક સમય પહેલા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામું આપ્યું હતું. વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતેલા આમ આદમી પાર્ટી ધારાસભ્ય ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપનો કેસરિયો ધારણ કરી શકે છે. આમ કહી શકાય કે ભુપત ભાયાણી ફરીવાર ભાજપનો ખેસ ધારણ કરશે કારણ કે તેઓ બે વર્ષ પહેલાં ભાજપમાં જ હતા.
હાલ તો આમ આદમી પાર્ટીની સ્થિતિ ખૂબ જ ગંભીર થતી જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીને ગણતરીનો જ સમય બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતમાં મોટા-મોટા ગાબડા પડવા લાગ્યા છે.
શું છે ચૈતર વસાવાનો સમગ્ર મામલો?
ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાલ ડેડીયાપાડા પોલીસ સામે સરેન્ડર કર્યુ છે. વનકર્મી પર હુમલો કરવાના મામલે ચૈતર વસાવા આજે સરેન્ડર કરીને ડેડીયાપાડા પોલીસ સ્ટેશને હાજર થયા છે. આ સમયે તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. અને નારેબાજી શરુ કરી હતી તેમજ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું. નર્મદા જિલ્લામાં વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો અને તેઓ છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં હતા. આ કેસમાં ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટ અને ત્યાર બાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને બંને કોર્ટે ફગાવી દીધી હતી.
ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”
અંબાલાલ પટેલની કરોડો ગુજરાતીઓ માટે ઘાતક આગાહી, આજથી 4 દિવસ કમોસમી વરસાદ આટલા જિલ્લાને ઘમરોળશે!!
વન વિભાગે તેમના વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી હતી, જેમાં વનવિભાગના કર્મચારીઓ તરફથી ફોરેસ્ટ વિસ્તારમાં ખેડૂતો દ્વારા દબાણ કરી ખેતી કરવામાં આવતા વનવિભાગે કાર્યવાહી કરી હતી અને ખેતી કાઢી નાંખી હતી, ત્યારે આ અંગે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓને ઘરે વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. પોલીસ સમક્ષ સરેન્ડર પહેલા ચૈતર વસાવાએ અનેક સૂચક નિવેદનો પણ આપ્યા છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, મારા પર ખોટા કેસ કરવામાં આવ્યો છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, આદિવાસીઓની લડત હું ચાલુ જ રાખીશ. નોંધનીય છે કે, ચૈતર વસાવા ડેડીયાપાડીના વનકર્મીને માર માર્યાના કેસ બાદ એક મહિનાથી ભૂગર્ભમાં હતા. તેમના આગોતરા જામીન પણ હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા.